મોદી સરકારે પેરિસ ઓલિમ્પિક માટે લીધો મહત્વનો નિર્ણય, ખેલાડીઓ માટે કર્યું આ કામ
Paris Olympics 2024: ભારતે પેરિસ ઓલિમ્પિક 2024માં અત્યાર સુધીમાં ત્રણ બ્રોન્ઝ મેડલ જીતી લીધા છે. જેમાં ત્રણેય મેડલ શૂટિંગમાંથી પ્રાપ્ત થયા છે. ભારતની મનુ ભાકરે બે મેડલ પ્રાપ્ત કર્યા છે. મેડલ જીતતાની સાથે એક જ ઓલિમ્પિકમાં બે મેડલ જીતનારી તે પ્રથમ ભારતીય મહિલા ખેલાડી બની ગઈ છે. તેની પહેલા આવું કોઈ કરી શક્યું નથી. હોકીની ટીમે પણ ઈતિહાસ રચી દીધો છે. ભારતીય હોકી ટીમે 52 વર્ષ બાદ ઓસ્ટ્રેલિયાને હાર આપી છે. પરંતુ પેરિસના સ્પોર્ટ્સ વિલેજમાં ભારતીય ખેલાડીઓ ગરમીથી પરેશાન છે અને તેમને ગરમીથી બચાવવા માટે એક મોટું પગલું ભરવામાં આવ્યું છે.
રમતગમત મંત્રાલયે પગલાં લીધાં
પેરિસ ઓલિમ્પિક દરમિયાન ગરમી અને ભેજથી ભારતીય ખેલાડીઓ પરેશાન થઈ રહ્યા હતા. રમત મંત્રાલયે ગેમ્સ વિલેજમાં તેમના રૂમમાં 40 પોર્ટેબલ એસી લગાવ્યા છે. મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું કે અહીંની ફ્રેન્ચ દૂતાવાસ અને ભારતીય ઓલિમ્પિક સંઘ સાથે વાતચીત કર્યા બાદ એસી સ્પોર્ટ્સ વિલેજમાં મોકલવામાં આવ્યા હતા. એક માહિતી પ્રમાણે ઓલિમ્પિક રમત વિલેજમાં ગરમી અને ભેજને કારણે ખેલાડીઓને થતી સમસ્યાઓને ધ્યાનમાં રાખીને રમત મંત્રાલયે ત્યાં ભારતીય ખેલાડીઓ માટે 40 એસી લગાવવાનો નિર્ણય લીધો છે. પેરિસ અને ચેટોરોક્સમાં તાપમાન ખૂબ ઊંચું છે. જેના કારણે ગરમીના કારણે ખેલાડીઓ પરેશાન થઈ રહ્યા હતા.
આ પણ વાંચો: IND vs SL: શું બીજી ODIમાં વરસાદ પડશે? જાણો કેવી હશે આ મેચની પિચ
તમામ ખર્ચ મંત્રાલય ઉઠાવશે
ગઈકાલે 50 મીટર રાઈફલ 3 પોઝિશનમાં ભારત માટે બ્રોન્ઝ મેડલ જીતનાર સ્વપ્નિલ કુસલે શેત્રૌ ખાતે શૂટિંગ દરમિયાન પરસેવાથી લથબથ જોવા મળ્યો હતો. એક રિપોટ પ્રમાણે ગઈ કાલે પેરિસનું તાપમાન 40 ડિગ્રીથી પણ વધારે હતું. પેરિસના હવામાનને ધ્યાનમાં રાખીને ગેમ્સ વિલેજને ઈકો-ફ્રેન્ડલી રાખવા માટે AC ન લગાવવાના આયોજકોના નિર્ણય પર ઘણા દેશોએ ચિંતા વ્યક્ત કરી હતી. અમેરિકા સહિત ઘણા દેશોએ પોર્ટેબલ એસી ખરીદ્યા છે અને ઇન્સ્ટોલ કર્યા છે.