September 20, 2024

જસદણ કન્યા છાત્રાલયમાં દુષ્કર્મ મામલે યોજાઇ ચિંતન શિબિર, દોષિતોને સજા અપાવવા ચર્ચા

રાજકોટ: જસદણના આટકોટ ગામે ડી. બી. પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત કન્યા છાત્રાલયમાં દુષ્કર્મની ઘટના બાદ પાટીદાર સમાજના તેમજ છાત્રાલયના ટ્રસ્ટીઓ દ્વારા ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવેલું હતું. આ શિબિરમાં જસદણ વિંછીયા તાલુકાના પાટીદાર સમાજના ભાઈઓ અને બહેનોએ હાજर રહ્યા હતા. આજે ચિંતન શિબિરમાં ડૉ. ભરતભાઈ બોઘરા તેમજ ખોડલધામના ટ્રસ્ટી દિનેશભાઈ બાંભણિયા અને ડી.બી.પટેલ એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ હરેશભાઈ પરવાડિયાની અધ્યક્ષતામાં ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યુ.

ચિંતન શિબિરમાં જસદણ અને વિંછીયા તાલુકા પાટીદાર સમાજની મુખ્ય સંસ્થાઓ જસદણ પાટીદાર શૈક્ષણિક ભવન, આટકોટ માતૃશ્રી ડી.બી.પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત છાત્રાલય અને કે.ડી.પી પરવાડીયા હોસ્પિટલ આ ત્રણ સંસ્થાઓના આગેવાનોએ એક થઈ સમાજ કોઈ પ્રશ્ન હોય તો સાથે મળી ઉકેલ લાવવા માટે 100 જેટલા આગેવાનોની કમિટી બનાવવામાં આવશે તેવો નિર્ણય લેવાયો છે. સાથેજ આ મિટિંગમાં એવી પણ ચર્ચા થઈ દુષ્કર્મ મામલે જે કોઈ દોષિત હોય તેને છોડવામાં નહિ આવે

બીજી તરફ જો વાત કરીએ તો રાજકોટ ગ્રામ્ય LCBની ટીમ દ્વારા દુષ્કર્મનો આરોપ અને ભાજપનો આગેવાન મધુ ટાઢાણી તેના ઘરેથી ધરપકડ કરી આટકોટ પોલીસ સ્ટેશનને નોંધાયેલ દુષ્કર્મની ફરીયાદની તપાસ કરી રહેલ પીઆઇ આર.અને.રાઠોડને આરોપી મધુ ટાઢાણીનો કબ્જો ગઈ કાલના રાત્રીના સમયે સોપેલ હતો. પોલીસે મધુ ટાઢાણીની અટકાયત કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો અને મધુ ટાઢાણીને જસદણની સરકારી હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપ કરાવવા લવાયો હતો. મેડિકલ રિપોર્ટના એમ્પલ લીધા બાદ મધુ ટાઢાણી બપોર બાદ સાંજના સમયએ જસદણ કોર્ટમાં રજુ કરાયો હતો. જસદણ કોર્ટે મધુ ટાઢાણીના બે દિવસના રીમાન્ડ મંજૂર કર્યા છે અને સોમવારે રીમાન્ડ પૂર્ણ થતા મધુ ટાઢાણી કોર્ટ સમક્ષ ફરી રજુ કરવામાં આવશે. રીમાન્ડ દરમિયાન મધુ ટાઢાણી દુષ્કર્મ મામલે કેવા ખુલ્લાસા કરે છે તેના પર સૌવ કોઈની નજર મંડાઈ છે. સાથે જ અન્ય આરોપી પરેશ રાદડીયા જે પોલીસ પકડ થી દુર છે તે રાજકોટ સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરેલ છે.