December 23, 2024

રાજ્યની નગરપાલિકાઓ માટે 63 કરોડના ખર્ચે ખરીદાશે નવા ફાયર સેફ્ટીના સાધનો

મલ્હાર વોરા, ગાંધીનગર: રાજ્યના મુખ્યમંત્રી આજે એક મહત્વનો નિર્ણય જાહેર કરેલ છે. રાજ્યમાં શહેરીકરણ અને ઓધોગિકના વધતા જતા વ્યાપ સાથે ફાયર સેફટીના સાધનોમાં વધારો કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી આજે રાજ્યની વિવિધ નગરપાલિકાને કુલ 63 કરોડ ની રકમ ફળવીને અગ્નિશામક સાધનો ફાળવવા મજૂરી આપી છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલેનો રાજ્યમાં શહેરીકરણ અને ઔદ્યોગિકરણના વધતાં વ્યાપ સાથે વધી રહેલી ફાયર સેફ્ટીની જરૂરિયાતોને ધ્યાનમાં લઈને વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. આ નિર્ણય માં રાજ્યની વિવિધ નગરપાલિકાઓને અગ્નિશમન સાધનો-વાહનો ખરીદી માટે 63 કરોડ રૂપિયાની ફાળવણીની સૈદ્ધાંતિક મંજુરી આજે આપવામાં આવી છે. જેમાં 54 નગરપાલિકાઓ માટે 71 ફાયર વ્હિકલ્સ એન્ડ ઇક્વિપમેન્ટસની ખરીદી જી.યુ.ડી.સી દ્વારા કરવામાં આવશે. રાજ્યની નગરપાલિકાઓમાં આકસ્મિક જરૂરી અગ્નિશમન વાહનો-સાધનો ફાયર વ્હિકલ્સ એન્ડ ઇક્વિપમેન્ટસ ખરીદી કરવામાં આવશે.

ગુજરાત દેશના વિકાસનું રોલમોડેલ સ્ટેટ છે અને તેના પરિણામ સ્વરૂપે રાજ્યમાં શહેરીકરણ અને ઔદ્યોગિકરણનો વ્યાપ દિન પ્રતિદિન વધી રહ્યો છે. એટલું જ નહીં, ફાયર સેફ્ટીની જરૂરિયાતો પણ વધી છે. મુખ્યમંત્રી સમક્ષ આ સંદર્ભમાં પ્રજાકીય પ્રતિનિધિઓ અને સ્થાનિક અગ્રણીઓએ કરેલી રજૂઆતોનો સકારાત્મક પ્રતિસાદ આપતાં મુખ્યમંત્રીએ સ્થાનિક શહેરી સત્તા તંત્ર તેમની પાસેના અદ્યતન ફાયર સેફ્ટી સાધનોથી સજ્જ રહે તેવા સલામતિ-સુરક્ષાના અભિગમથી આ રકમ સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાંથી મંજૂર કરી છે.

નગરપાલિકાઓની અગ્નિશમન વાહનો અને સાધનોની જરૂરીયાતો અનુસાર તેની ખરીદી ગુજરાત શહેરી વિકાસ કંપની કરીને સંબંધિત નગરપાલિકાઓને ફાળવણી કરશે. આ હેતુસર નગરપાલિકાઓમાં 18 મીની ફાયર ટેન્ડર, 21 વોટર બાઉસર, 29 વોટર કમ ફોમ ટેન્ડર અને 2 ઈલેકટ્રીક રેસ્ક્યુ બોટ મળી નગરપાલિકાઓ માટે 71 વાહનો ખરીદી માટે કુલ રૂ.63.02 કરોડની ગ્રાન્ટ ફાળવવાઆપી છે. રાજ્ય સરકારે 2020થી 2024ના વર્ષ દરમ્યાન નગરપાલિકાઓને 85 વાહનો ફાળવેલા છે તથા અન્ય 19 વાહનો ફાળવણીની પ્રક્રિયામાં છે. આ નગરપાલિકાઓને ફાળવનારા અગ્નિશમન વાહનોમાં જી.પી.એસ. ટ્રેકિંગ સીસ્ટમના ઉપયોગ તથા તેના ડેટાને સી.એમ. ડેશબોર્ડ સાથે લીંક કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.