December 29, 2024

સુરતના સાંસદનો કાર્યાલય માટે રઝળપાટ, દર્શન જરદોશ સરકારી જગ્યા ખાલી ન કરતા હોવાનો આક્ષેપ

સુરતઃ જિલ્લાના નવા બિનહરીફ સાંસદ મુકેશ દલાલને કાર્યાલય માટે રઝળપાટ કરવાની નોબત આવી છે. ત્યારે સુરતના પૂર્વ સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી દર્શના જરદોષ કાર્યાલય ખાલી કરતા ન હોવાની મુકેશ દલાલે રજૂઆત કરી છે.

છેલ્લા દોઢ મહિનામાં બે પત્રો લખી સરકારી કાર્યાલયવાળી જગ્યા ખાલી કરવા જણાવ્યું હતું. તે છતાં પણ તેમણે જગ્યા ખાલી નથી કરી. કલેક્ટર કચેરીએ દર્શના જરદોશને પત્રો લખી સરકારી કાર્યાલયવાળી જગ્યા ખાલી કરવા જણાવ્યું હતું. તેમ છતાં જગ્યા ખાલી નહીં થતા મુકેશ દલાલે ફરી વખત રજૂઆત કરવી પડી છે.

દેશમાં સૌપ્રથમ બિનહરીફ સાંસદને જ પોતાની કાર્યાલયની જગ્યા નથી મળી રહી. ત્યારે તેઓ હાલ કાર્યાલય માટે રઝળપાટ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, સાંસદ મુકેશ દલાલ ચૂંટણી પહેલાં જ બિનહરીફ જીતી ગયા હતા.