September 20, 2024

T20 વર્લ્ડ કપ વિજેતા મોહમ્મદ સિરાજને તેલંગાણા સરકાર તરફથી ખાસ ભેટ

Mohammed Siraj: જૂન મહિનામાં જ્યારે રોહિત શર્માની કપ્તાની હેઠળની ભારતીય ટીમે વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકા દ્વારા સંયુક્ત રીતે આયોજિત T20 વર્લ્ડ કપની ટ્રોફી જીતી હતી. આ સમયે સિરાજે પણ તેમાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતો જોવા મળ્યો હતો. સિરાજને તેલંગાણા સરકાર તરફથી એક ખાસ ભેટ મળી છે.

તેલંગાણા સરકાર તરફથી ગ્રુપ-1ની નોકરી મળશે
મોહમ્મદ સિરાજને તેલંગાણા સરકાર તરફથી ગ્રૂપ-1ની નોકરી મળશે. આ સાથે તેને બંજારા હિલ્સ અથવા જ્યુબિલી હિલ્સ જેવા પોશ વિસ્તારમાં ઘર બનાવવા માટે 600 યાર્ડ જમીન આપવામાં આવશે. તેલંગાણાના મુખ્યમંત્રી કહ્યું કે નિખત ઝરીનને નોકરી આપવા માટે વિધાનસભામાં એક બિલ પસાર કરવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે સિરાજ સિવાય નિખતને પણ સરકાર નોકરી આપવામાં આવશે.

આ પણ વાંચો: ટીવી-મોબાઈલ પર IND vs SL 1લી ODI મેચ કેવી રીતે લાઈવ જોવી?

જમીન આપવામાં આવશે
આ ઉપરાંત તેને બંજારા હિલ્સ અથવા જ્યુબિલી હિલ્સ જેવા પોશ વિસ્તારમાં ઘર બનાવવા માટે જમીન આપવામાં આવી છે. રેવન્ત રેડ્ડીએ જણાવ્યું કે આજે રાજ્ય સરકાર દ્વારા સિરાજ અને ભારતીય મહિલા સ્ટાર બોક્સિંગ ખેલાડી નિખત ઝરીનને નોકરી આપવા માટે વિધાનસભામાં એક બિલ પસાર કરવામાં આવ્યું છે. ભારતીય ટીમ હાલમાં શ્રીલંકાના પ્રવાસ પર છે, જ્યાં ત્રણ મેચની ટી-20 શ્રેણી પૂરી થયા બાદ ટીમ ઈન્ડિયા યજમાન ટીમ સામે ત્રણ મેચની વનડે શ્રેણી પણ રમી રહી છે, જેમાં મોહમ્મદ સિરાજ પણ તેમાં સામેલ છે.