December 24, 2024

ટીવી-મોબાઈલ પર IND vs SL 1લી ODI મેચ કેવી રીતે લાઈવ જોવી?

IND vs SL: ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ મેચની ODI શ્રેણી આજથી શરૂ થવાની છે. આ મેચ બપોરે 2.30 વાગ્યાથી રમાશે. તમે સોની સ્પોર્ટ્સ પર ટીવી પર તેનું લાઈવ ટેલિકાસ્ટ જોઈ શકો છો. આ સાથે તમે અમારી વેબસાઈટ પર સતત અપડેટ મેળવી શકો છો.

આજથી શરૂ થઈ રહી છે
ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ ODI મેચોની સિરીઝ આજથી શરૂ થઈ રહી છે. ભારતીય ટીમ પહેલા જ સૂર્યકુમાર યાદવની કપ્તાનીમાં ત્રણ મેચની T20 આંતરરાષ્ટ્રીય મેચની શ્રેણી જીતી ચૂકી છે. હવે રોહિત શર્મા વનડે માટે કેપ્ટનશીપ સંભાળઈ રહ્યો છે. પરંતુ હવે રોહિત શર્મા વનડે માટે કેપ્ટનશીપ સંભાળી રહ્યો છે, ટીમમાં પણ ઘણા ફેરફારો છે. આટલું જ નહીં ટી20 વર્લ્ડ કપ 2024નો ખિતાબ જીત્યા બાદ રોહિત શર્મા અને વિરાટ કોહલી પહેલીવાર મેદાન પર જોવા મળશે.

ભારત શ્રીલંકા સામે 100મી ODI જીતી શકે છે
ભારતીય ક્રિકેટ ટીમ કોલંબોમાં શ્રીલંકા સામેની તેની પ્રથમ વનડે મેચથી શ્રેણીની શરૂઆત આજે કરશે. ભારત શ્રીલંકા સામેની 100મી વનડે જીતની રાહ જોઈ રહ્યું છે. સ્ટાર ક્રિકેટર રોહિત શર્મા, વિરાટ કોહલી, કેએલ રાહુલ અને શ્રેયસ અય્યર ટીમમાં ફરી જોવા મળશે. શ્રીલંકાને તો આ મેચ પહેલા જ ઝટકો મળી ગયો છે. મથિશા પથિરાના અને દિલશાન મદુશંકા ઈજાના કારણે બહાર થઈ ગયા છે. જેની જગ્યા પર મોહમ્મદ શિરાઝ અને ઈશાન મલિંગા ડેબ્યૂ કરી શકશે.

ટીવી અને ઓનલાઈન IND vs SL 1લી ODI ક્યારે અને ક્યાં જોવી?
ભારતીય ચાહકો સોની સ્પોર્ટ્સ નેટવર્ક પર ભારત અને શ્રીલંકા વચ્ચેની પ્રથમ ODI મેચનું લાઈવ ટેલિકાસ્ટ જોઈ શકશે. આ સાથે તમે અમારી વેબસાઈટ https://newscapital.com/ પર સતત લાઈવ જોઈ શકો છો.

IND vs SL ODI સ્ક્વોડ

ભારત: કેએલ રાહુલ (વિકેટ-કીપર), રિષભ પંત (વિકેટ-કીપર), શ્રેયસ અય્યર, શિવમ દુબે, રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ (વાઈસ-કેપ્ટન), વિરાટ કોહલી, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, વોશિંગ્ટન સુંદર, અર્શદીપ સિંહ, રેયાન પરાગ, અક્ષર પટેલ, ખલીલ અહેમદ, હર્ષિત રાણા.

શ્રીલંકા: સાદિરા સમરવિક્રમા, કામિન્દુ મેન્ડિસ, ઝેનિથ લિયાનાગે, નિશાન મદુષ્કા, વાનિન્દુ હસરાંગા, ચરિથ અસલંકા (કેપ્ટન), પથુમ નિસાન્કા, અવિષ્કા ફર્નાન્ડો, કુસલ મેન્ડિસ, દુનિથ વેલાલેજ, ચમિકા કરુણારત્ને, મહમદ થેક, અકિલા થેક, મહિષ થેક, મોહમ્મદ થેક. , ઈશાન મલિંગા.