December 23, 2024

પેરિસ ઓલિમ્પિકમાં બોક્સિંગમાં કેમ વિવાદ થયો? જાણો શું છે સમગ્ર મામલો

Paris Olympics 2024: પેરિસ ઓલિમ્પિક 2024ના છઠ્ઠા દિવસે એક મોટો વિવાદ થયો હતો. કારણ કે મહિલા બોક્સિંગની વેલ્ટરવેટ કેટેગરીમાં ઇટાલીની એન્જેલા કેરિની અને અલ્જેરિયાની ઇમાન ખલીફ વચ્ચેનો મુકાબલો માત્ર 46 સેકન્ડમાં ખતમ થઈ ગયો હતો.

પ્રતિબંધ લગાવી દીધો
આ રમત 46 સેકન્ડમાં ખતમ થઈ ગઈ છે દરેક માટે ચોંકાવનારી વાત હતી. પરંતુ તેનું કારણ હતું ઈમાન ખલીફનો મુક્કો જે ઈટાલિયન બોક્સર એન્જેલા કેરિનીને એટલો જોરથી ફટકાર્યો કે તે રડવા લાગી અને બાદમાં તેણે પણ તરત જ મેચ છોડવાનો નિર્ણય લઈ લીધો હતો. આ પછી પેરિસ ઓલિમ્પિકમાં પણ એક નવો વિવાદ પણ ચર્ચામાં આવ્યો છે. જોકે આ વિવાદ ગયા વર્ષ પણ થયો હતો. જેમાં ઈમામ ખલીફ એ બોક્સર છે જેના પર મહિલા નહીં પણ પુરુષ હોવાનો આરોપ છે અને આ કારણથી ઈન્ટરનેશનલ બોક્સિંગ એસોસિએશને ગયા વર્ષે તેના પર પ્રતિબંધ લગાવી દીધો હતો.

આ પણ વાંચો: શૂટિંગમાં ભારત માટે વધુ એક મેડલ, સ્વપ્નિલે જીત્યો બ્રોન્ઝ મેડલ

ઈમાન ખલીફ પુરુષ છે
અલ્જેરિયાની બોક્સિંગ ખેલાડી ઈમાન ખેલીફ પર મહિલા નહીં પરંતુ પુરુષ હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ઈન્ટરનેશનલ બોક્સિંગ એસોસિએશને તેની તપાસ કરાવી હતી. ઈમાનના રિપોર્ટંમાં ખુલાસો થયો કે તેનું ટેસ્ટોસ્ટેરોન લેવલ સામાન્ય મહિલા કરતા ઘણું વધારે છે અને તેની સાથે તેના ડીએનએ ટેસ્ટમાં XY ક્રોમોઝોમ જોવા મળ્યા જે પુરુષોમાં હોય છે. જ્યારે સ્ત્રીઓમાં X-X રંગસૂત્રો હોય છે. આ રિપોર્ટ બાદ ઈન્ટરનેશનલ બોક્સિંગ એસોસિએશને ઈમાન ખલીફ પર પ્રતિબંધ લગાવી દીધો હતો.

પેરિસ ઓલિમ્પિકમાં કેવી રીતે તક મળી?
આઈબીએ દ્વારા પ્રતિબંધિત હોવા છતાં અલ્જેરિયાની બોક્સર ઈમાન ખલીફને પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લેવાની તક કેવી રીતે મળી હતી. આ મેચોની સમગ્ર જવાબદારી ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી સંભાળે છે. જેણે વર્ષ 1999માં લિંગ સંબંધિત તમામ પરીક્ષણો બંધ કરી દીધા હતા. મહિલા બોક્સિંગમાં ઓલિમ્પિકમાં ભાગ લેવા માટે, બોક્સરને માત્ર એક પ્રમાણપત્રની જરૂર હોય છે કે તે એક મહિલા છે.