December 18, 2024

ફ્રાંસના રાષ્ટ્રપતિ પ્રજાસત્તાક દિવસે બનશે મુખ્ય અતિથિ, આ રહ્યો સંપૂર્ણ કાર્યક્રમ

ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન 25 જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિવસની પરેડમાં મુખ્ય અતિથિ તરીકે જયપુરમાં આવી રહ્યા છે. જેમાં તેઓ તારીખ 26 જાન્યુઆરી 2024ના ઈન્ડિયા ગેટ ખાતે આયોજિત કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ભાગ લેવાના છે. આ દરમિયાન તેઓ જયપુરમાં હવા મહેલ, જંતર-મંતર અને આમેર કિલ્લાની મુલાકાત લેવાના છે. ત્યાર બાદ ઈમેન્યુઅલ મેક્રોન ભારતના વડાપ્રધાન મોદીને મળશે.

આ પણ વાચો: નિક્કી હેલીએ ડોનાલ્ડ ટ્રમ્પની ‘માનસિક ક્ષમતા’ પર કર્યા સવાલ

આ સ્થળોની પણ લેશે મુલાકાત
ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન તારીખ 26 જાન્યુઆરીએ ગણતંત્ર દિવસની પરેડમાં ભાગ લેવા માટે 25 જાન્યુઆરીએ ભારત આવી રહ્યા છે જેને લઈને તેઓ 25 જાન્યુઆરી જયપુર એરપોર્ટ પહોંચશે. તેઓ રાજસ્થાન આવી રહ્યા છે અને ત્યાંના ફેમસ સ્થોળોની મુલાકાત ના લે તેવું તો બને નહીં. તેઓ રાજસ્થાનમાં આમેર કિલ્લા, જંતર-મંતર અને હવા મહેલની મુલાકાત લેવાના છે અને ત્યાર બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળશે. રાષ્ટ્રપતિ મેક્રોન મોડી રાત્રે દિલ્હી પહોંચી જશે અને ત્યારબાદ મુખ્ય અતિથિ તરીકે ઇન્ડિયા ગેટ પર યોજાનારી પ્રજાસત્તાક દિવસની પરેડમાં ભાગ લેશે.

આ પણ વાચો: બાંગ્લાદેશમાં પાંચમી વખત “હસીના” સરકાર, તોડ્યો આ રેકોર્ડ

છઠ્ઠા ફ્રેન્ચ નેતા
મેક્રોન પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં ભાગ લેનાર છઠ્ઠા ફ્રેન્ચ નેતા બની જશે. વિદેશ મંત્રાલયે આપેલી માહિતી અનુસાર મેક્રોન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આમંત્રણ પર ભારતની મુલાકાતે છે. મોદીનું આમંત્રણ મળ્યા બાદ જ મેક્રોને પોતાની પોસ્ટ પર લખ્યું હતું. જેમાં લખ્યું હતું કે “આમંત્રણ માટે ખૂબ ખૂબ આભાર, મારા પ્રિય મિત્ર નરેન્દ્ર મોદી. હું તમારી સાથે ભારતનો પ્રજાસત્તાક દિવસ ઉજવીશ.” ભારતે આ પ્રસંગે અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેનને પણ આમંત્રણ આપ્યું હતું, પરંતુ તેમણે જાન્યુઆરી 2024માં અહીં આવવાની અસમર્થતા વ્યક્ત કરી હતી.

કેવી રીતે થાય છે મુખ્ય અતિથિની પસંદગી
અંદાજે ઇવેન્ટના લગભગ છ મહિના પહેલાથી પ્રજાસત્તાક દિવસ માટે મુખ્ય અતિથિ કોણ હોવું જોઈએ તે નક્કી કરવાની પ્રક્રિયા શરૂ થાય છે. વિદેશ મંત્રાલય આમંત્રણ આપતા પહેલા ઘણી બાબતો ઉપર વિચાર કરે છે. ત્યાર બાદ પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિ સાથે ચર્ચા થાય છે. આ ચર્ચામાં ભારત સાથે સંબંધિત દેશનો સંબંધ કેવો છે તે પણ વિચારવામાં આવે છે. એવું કહેવાય છે કે પ્રજાસત્તાક દિવસની પરેડમાં ભારત અને જે તે દેશ વચ્ચેની મિત્રતાની નિશાની છે. જેના કારણે ભારતીય વિદેશ મંત્રાલય આમંત્રિત દેશ સાથેના સંબંધોને વધુ મજબૂત કરે છે. પરંતુ અહિંયા એ પણ ધ્યાન રાખવામાં આવે છે કે કોઈ વિદેશી નેતાઓને આમંત્રણ આપીને બીજા કોઈ દેશ સાથેના આપણા સંબંધો બગડે નહીં તેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવે છે.