December 23, 2024

રિંકુ સિંહે વિકેટ લેતા જ કોચ ગૌતમ ગંભીર ડગઆઉટમાં બેસીને હસવા લાગ્યા, વીડિયો વાયરલ

India vs Sri lanka: શ્રીલંકા સામેની ત્રણ મેચની ટી-20 સિરીઝની છેલ્લી મેચમાં ટીમ ઈન્ડિયાએ સુપર ઓવરમાં રોમાંચક જીત હાંસલ કરી હતી. ટીમ ઈન્ડિયાની આ જીતમાં પાર્ટ ટાઈમર બોલરોએ પોતાનું ટેલેન્ટ બતાવ્યું હતું, જેમાં રિંકુ સિંહ પણ સામેલ હતો. રિંકુ સિંહ તેની બેટિંગની વિસ્ફોટક શૈલી માટે જાણીતો છે પરંતુ હવે તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેની બોલિંગથી પ્રખ્યાત થઈ ગયો છે. શ્રીલંકા સામેની ત્રીજી ટી-20 મેચમાં કેપ્ટન સૂર્યકુમાર યાદવે 19મી ઓવર રિંકુ સિંહને આપી અને તેણે કમાલ કરી દખાડ્યો હતો.

છેલ્લી બે ઓવરમાં શ્રીલંકાને જીતવા માટે નવ રનની જરૂર હતી. સૂર્યકુમારે મોહમ્મદ સિરાજની એક ઓવર બાકી હતી અને શિવમ દુબે પણ વિકલ્પમાં હતો, પરંતુ તેણે બોલ રિંકુના હાથમાં આપ્યો હતો. રિંકુએ તેની ઓવરના બીજા જ બોલ પર કુસલ પરેરાને આઉટ કર્યો હતો. ટી-20 ઈન્ટરનેશનલમાં રિંકુ સિંહની આ પહેલી વિકેટ પણ સાબિત થઈ. જ્યારે રિંકુ બોલિંગ કરવા આવ્યો ત્યારે ગૌતમ ગંભીર ખૂબ જ ટેન્શનમાં દેખાઈ રહ્યો હતો પરંતુ બીજા બોલ પર વિકેટ લેતા જ તે હસવાનું રોકી શક્યો નહીં અને હવે તેની પ્રતિક્રિયા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

રિંકુને 19મી ઓવરમાં બે વિકેટ મળી.
શ્રીલંકા સામેની ઓવરના બીજા જ બોલમાં વિકેટ લેવા સિવાય રિંકુ સિંહે માત્ર ત્રણ રન જ ખર્ચ્યા હતા. રિંકુએ આ ઓવરમાં રમેશ મેન્ડિસને પણ આઉટ કર્યો હતો. આ રીતે રિંકુએ પોતાની બોલિંગમાં બે વિકેટ ઝડપી હતી. રિંકુ સિંહની આ બોલિંગ જોઈને કેપ્ટન સૂર્યકુમાર યાદવ ઘણો ખુશ દેખાઈ રહ્યો હતો.

આ પણ વાંચો: સતત ચોથા દિવસે શેરબજાર ઉછાળા સાથે ખુલ્યું, સેન્સેક્સ 88 પોઈન્ટ ઉછળ્યો

રિંકુની બોલિંગ પર સૂર્યકુમારે કહ્યું,’છેલ્લી ઓવરનો નિર્ણય સરળ હતો પરંતુ તેની પહેલાની ઓવરનો નિર્ણય મુશ્કેલ હતો. સિરાજ અને અન્ય કેટલાક બોલરોની ઓવર બાકી હતી. પરંતુ મને લાગ્યું કે રિંકુ આ વિકેટ માટે વધુ યોગ્ય રહેશે કારણ કે મેં તેને નેટ્સમાં બોલિંગ કરતા જોયો હતો. મને લાગ્યું કે આ યોગ્ય નિર્ણય હશે, તેથી મેં તે કર્યું.

સૂર્યાએ પોતે છેલ્લી ઓવરની જવાબદારી લીધી હતી
શ્રીલંકા સામેની ત્રીજી ટી-20 મેચમાં કેપ્ટન સૂર્યકુમાર યાદવે પોતે બોલિંગની જવાબદારી પોતાના ખભા પર લીધી હતી. શ્રીલંકાને છેલ્લી ઓવરમાં જીતવા માટે 6 રનની જરૂર હતી, પરંતુ સૂર્યકુમારે માત્ર 5 રનમાં બે વિકેટ ઝડપીને મેચને સુપર ઓવરમાં લઈ ગયો હતો.