December 25, 2024

રાજ્યમાં મુસાફરલક્ષી યોજનામાં ફેરફાર કરવા MLA હાર્દિક પટેલે CMને કરી ભલામણ

વિરમગામ: ગુજરાતના મુખ્યમંત્રીને વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલે એક પત્ર લખી મુસાફરલક્ષી યોજનાઓ બાબતે કેટલાક ફેરફાર કરવા વિનંતી કરી છે. વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલે, રાજ્યમાં ચાલતી પેસેન્જર પોર્ટેબલ પાસ સીસ્ટમ, કેન્સરના દર્દીઓની મુસાફરી માટે અને મહિલા મુસાફરની સીટ બાબતે કેટલાક ફેરપાર કરવા સીએમને પત્ર લખી રજૂઆત કરી છે. હાર્દિક પટેલે રાજ્યમાં રોજ મુસાફરી કરતા વિદ્યાર્થી અને નોકરીયાત લોકોને પેસેન્જર પોર્ટેબલ પાસ સીસ્ટમ બાબતે થતી કનડગતનો ઉલ્લેખ કર્યો છે. ત્યાં જ એક જ પાસ પર લોકલ અને એક્સપ્રેસ બસોમાં મુસાફરી કરવાને લઈ રજૂઆત કરી છે.

1. પેસેન્જર પોર્ટેબલ પાસ સીસ્ટમ
હાલમાં મુસાફર પાસ યોજના ઉપલબ્ધ છે. જેમાં મુસાફર દ્રારા 15 દિવસના ભાડામાં 30 દિવસ મુસાફર કરી શકાય છે. જેમાં નિગમ દ્રારા લોકલ સર્વિસ, એક્સપ્રેસ, ગુર્જર, લકજરી, સ્લીપર વગેરે પ્રકારની સર્વિસ સંચાલન કરવામાં આવે છે. મુસાફર પાસ સામાન્ય રીતે રોજીંદા મુસાફરી કરતાં મુસફરો દ્રારા લેવામાં આવે છે. જેમાં લોકલ સર્વિસના મુસાફરો દ્રારા પાસ વધુ લેવામાં આવે છે. જેમાં ડેપો કક્ષાએ સરકારી કાર્યક્રમ કે અન્ય લગ્ન સીસી કે અન્ય કોઈ કારણોસર લોકલ સંચાલન કંટ્રોલ કરવામાં આવે છે. ત્યારે સદર પાસ ધારકો મુશ્કેલીમાં મુકાય છે. લોકલ સેવા ઓછી હોય તેમજ તેમાં પણ કંટ્રોલ કરેલ હોય ત્યારે આ પાસ ધારકોની હાલત ખરાબ થાય છે અને ત્યારે એકપ્રેસ કે અન્ય સર્વિસ ચાલુ હોય છે પણ તે તેમાં બેસી શકતા નથી. દિવાળી મેળા કે અંબાજી મેળા દરમ્યાન નિગમ તરફથી સંચલિત થતી એકત્રા સર્વિસમાં પણ બેસી શકતા નથી.તેમને નિગમને લોકલ નું ભાડું એડવાન્સમાં આપેલ હોવા છતાં તેઓ બસમાં નવી ટિકિટ લઈને બેસવા મજબુર બને છે. અને તેઓની નિગમ પ્રત્યે અસંતોષ અને વ્યાજબી ફરિયાદ ઉપસ્થિત થાય છે. આજ પ્રશ્ન વિદ્યાર્થીમાં પણ લાગુ પડે છે. લોકલ પાસ હોવાથી વિદ્યાર્થી એક્સપ્રેસ સ્ટોપ પર ઉતારવા માંગતા હોવા છતાં તેઓ સેવાનો લાભ ફક્ત પાસના પ્રકારના કારણે સેવાનો લાભ લઇ શકતા નથી.

યોજના
જો મુસાફર પાસ લેવા આવે ત્યારે તેની પાસે એક ઓપ્શન PPP (પસેન્જર પોર્ટેબલ પાસ) આપવામાં આવે જે સિલેક્ટ કરવાથી મુસાફર પાસેથી 20, 30 કે 50 અલગથી લેવામાં આવે. જે બાદ મુસાફર પાસે લોકલનો પાસ હોય તો પણ તે અન્ય સર્વિસ જેવી એક્સપ્રેસ કે ગુર્જર સર્વિસમાં લોકલ સર્વિસના ભાડા બાદની રકમ આપીને મુસાફરી કરી શકે. જેથી મુસાફર બસ સ્ટેશન બસની રાહ જોઈને ઉભા હોય અને લોકલની જગ્યાએ અન્ય સર્વિસમાં મુસાફરી કરવાની જરૂર જણાય તો તે તફાવતની રકમની ટિકિટ આપીને મુસાફરી કરી શકે. એકત્રા સર્વિસ જે એક તરફી સંચાલન દરમ્યાન પણ પાસ ધારક ઈચ્છે તો એફ્ક્તા સર્વિસમાં પણ બેસી શકે.

2. કેન્સર દર્દીનો પાસ
હાલમાં આપવામાં આવતા કેન્સર દર્દીના પાસમાં ડેપો ક્ષાથી સર્વિસના પ્રકાર અલગથી ઉલ્લેખ કરવામાં આવે છે. જે સામાન્ય રીતે લોકલ સર્વિસનો આપવામાં આવે છે, જ્યારે દર્દી બસમાં મુસાફરી દરમ્યાન આ અંગે કંડકટર સાથે બિન જરૂરી ઘર્ષણ થવા પામે છે.

સુધારો
સદર તમામ સર્વિસમાં ચાલે તે મુજબની સ્પષ્ટતા કરવી જેથી આ અંગે કોઈ પ્રશ્ન ન થવા પામે અને હાલમાં કેન્સરના દર્દીઓને પડતી હાલાકીનો નિકાલ થાય.

3. પુછપરછ નંબર બાબત
હાલમાં નિગમના તમામ 125 ડેપો અને કંટ્રોલ પોઈન્ટ પર અત્યારના મોબાઈલના સમયમાં પણ લેન્ડલાઈન ફોન મુકવામાં આવેલ છે. મુસાફર દ્રારા કોઈ પણ ઇન્ક્વાયરી માટે આ નંબર પર ફોન કરવામાં આવે છે. જેમાં ગમે તે કારણોસર BSNLનો કેબળ કપાઈ જવા બાબતે કેટલાય સમય સુધી ફોન બંધ રહેવા પામે છે. ફોનના ડબલા દરેક જગ્યા એ જુના હોવાથી તેનો કેબલ હાલી જવા અવાજ ન આવતા, કોઈ વાર એકચેન્જમાં રીંગ વાગવા જેવા પ્રશ્નો થાય છે.જેઠી મુસાફર ઇન્ક્વાયરી કરી શકતા નથી.એ હકીકત છે મોટા ભાગના બસ સ્ટેશનમાં ઈન્કવાયરીમાં ફોન ન ઉપાડવા બાબતની ફરિયાદો રોજીંદી બની ગયેલ છે.તેમજ ફોનમાં વ્યવસ્થિત જવાબ ન આપવા ની પણ ફરિયાદો થવા પામે છે.રોજીંદી કેટલી ઇન્ક્વાયરી આવી કયા નંબર પરથી ફોન આવ્યા કેટલા રીસીવ થયા મિસ થયા વગેરે બાબતો પણ કોઈ જ વિગતો મેળવી શકાતી નથી.આ હકીકત સ્વીકારીવી જ રહી કે ઇન્ક્વાયરી નંબર બંદ હોવાથી મુસાફરો હેરાન થાય છે. સદર ટેલીફોનનું મંથલી ભાડું પણ 1000 થી 1500 હોય છે.BSNLતરફથી આ અંગેનું બીલ મોકલી આપવામાં આવે છે.

જેના પેમેન્ટ પણ વિભાગીય કચેરીથી થાય છે.તેમાં પણ અમુક સમયે વિલંબ થવાથી કનેક્શન બીલ ન ભરતા બંદ થવા પામે છે.જે બીલ મોકલવા ચુકવવા અન્ય પત્ર વ્યવહાર કરવાની ફરજ પડે છે.જેમાં સમય અને પાવર ખોટા વ્યય થાય છે.

સુચન
તમામ કંટ્રોલ પોઈન્ટ પર મોબાઈલ સ્ટેન્ડ સહિતનો મોબાઈલ ફોન આપવો.
તેમજ સદર મોબાઈલ ફોનનો નંબર ચોક્કસ પેટર્નના રાખવા જેવા કે સિટીના પીન કોડ,કે સીટી કોડ
હાલમાં ચાલતા લેન્ડલાઈન નંબર કરતા સદર મોબાઈલનં ખર્ચ વાર્ષિક ઓછું થવા પામશે.
સદર ફોનમાં માં રેકોડીંગ હોય તો કર્મચારીની મુસાફર સાથેની વાતચીત વર્તન વગેરે બાબત ચોક્કસથી મોનીટરીંગ થઈ શકે.
મોબાઈલ ફોનના કારણે વાયર કટ થતા ઇન્ક્વાયરી બંદ થવાનો પ્રશ્ન રહેશે નહી.

4. મહિલા મુસાફર સીટ બાબત
નિગમની તમામ પ્રકારની બસોમાં મહિલાઓ માટે સીટો નક્કી કરેલ છે.જેમાં ફક્ત મહિલા મુસાફર બેસવાનું હોય છે.સદર આયોજન બસમાં વધુ ગીદડી હોય મુસાફરો જેમાં મહિલાઓ પ્રાધાન્ય આપવાના આશય થી તેમની સુરક્ષા અને સાલમતી ધ્યાને રાખીને કરવામાં આવેલ છે.પરંતુ હકીકત એવી છે કે સદર રીઝર્વ સીટમાં બસ બસ સ્ટેશનમાં મુકતાની સાથે જ મહિલાઓ માટેની સીટ પર પુરુષ મુસાફરો અને વિદ્યાર્થીઓ બેસી જવા પામે છે.તેમજ ઘણીવાર એવું પણ બનવા પામે છે કે આજ મુજબની પરિસ્થિતિ દિવ્યાંગ મુસાફરો માટે પણ થવા પામે છે.