January 2, 2025

મનિકા બત્રાએ ટેબલ ટેનિસમાં રચ્યો ઈતિહાસ, ઓલિમ્પિકના આ રાઉન્ડમાં પહોંચનાર પ્રથમ ભારતીય

Olympics 2024: ઓલિમ્પિક 2024માં ભારતીય ખેલાડીઓનું પ્રદર્શન સારું જોવા મળી રહ્યું છે. 3 દિવસમાં ભારતે 1 મેડલ જીત્યો છે. જોકે બીજી ઘણી રમતોમાં ખેલાડીઓનું પ્રદર્શન સારું જોવા મળ્યું હતું મેડલની મળવાની પુરી આશાઓ હતી. પરંતુ થોડી ચૂકના કારણે અમૂક રમતોમાં મેડલ ના મળ્યા. આજે 4 દિવસે મેડલ મળવાની સંભાવનાઓ છે. ત્યારે આ શ્રેણીમાં ભારતીય મહિલા ટેબલ ટેનિસ ખેલાડી મનિકા બત્રાએ પણ પોતાના શાનદાર પ્રદર્શનથી ઈતિહાસ રચી દીધો છે. તેણે પેરિસ ઓલિમ્પિકમાં વિશ્વની 18 નંબરની ખેલાડીને હરાવી દીધી છે. તેણે ફ્રેન્ચ ખેલાડીને હરાવીને તેણીએ રાઉન્ડ ઓફ 16 એટલે કે પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. આવું કરનારી તે પહેલી મહિલા ખેલાડી બની ગઈ છે. ફ્રાન્સની પ્રિતિકા પાવડે સામે 4-0થી આસાન જીત નોંધાવી છે.

જીત બાદ મનિકા ઘણી ખુશ
29 વર્ષની મનિકાએ શરૂઆતથી અંત ખુબ સારું પ્રદર્શન કર્યું હતું. ભારતીય મૂળની પ્રિતિકા પર 11-9 11-6 11-9 11-7થી જીત પ્રાપ્ત કરી છે. ઓલિમ્પિક ઈતિહાસમાં ભારતીય ટેબલ ટેનિસ ખેલાડી માટે આ સૌથી યાદગાર મેચોમાંની એક બની ગઈ છે. તમને જણાવી દઈએ કે મનિકા ટોક્યો ઓલિમ્પિકમાં રાઉન્ડ ઓફ 32માં પહોંચી હતી. ઐતિહાસિક મેચ બાદ તેણે એક મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે મને ખુશી છે કે મેં પેરિસમાં ફ્રેન્ચ ખેલાડીને હરાવી, મેં ઈતિહાસ રચવા અને પ્રી-ક્વાર્ટર્સમાં સ્થાન બનાવવા વિશે વિચાર્યું નહોતું. હું મેચ બાદ મેચ આગળ વધતી રહીશ અને હંમેશની જેમ મારું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરીશ.આગામી રાઉન્ડમાં હું જેની સામે પણ રમીશ હું મારું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન આપીશ.

આ પણ વાંચો: પેરિસ ઓલિમ્પિકમાં હાર બાદ Rohan Bopannaએ આપ્યું મોટું નિવેદન

પેરિસ ઓલિમ્પિકના ચોથા દિવસે ભારતનું શેડ્યૂલ

બપોરે 12:30: શૂટિંગ – શ્રેયસી સિંહ અને રાજેશ્વરી કુમારી મંગળવારે મહિલા ટ્રેપ ક્વોલિફિકેશનના પ્રથમ દિવસે એક્શનમાં હશે. પુરુષોની ઈવેન્ટમાં પૃથ્વીરાજ ટોન્ડાઈમન તેની ક્વોલિફિકેશન ઈવેન્ટના બીજા દિવસે એક્શનમાં હશે.

બપોરે 1 વાગ્યે: ​​શૂટિંગ – મનુ ભાકર અને સરબજોત સિંહ 10 મીટર મિશ્રિત ટીમ એર પિસ્તોલ બ્રોન્ઝ મેડલ મેચમાં દક્ષિણ કોરિયાનો સામનો કરશે.

1 pm: રોઈંગ – બલરાજ પંવાર મેન્સ સિંગલ સ્કલ્સ ક્વાર્ટર ફાઈનલમાં રમશે

2:30 PM: અશ્વારોહણ – અનુષ અગ્રવાલ અને ઘોડો સર કારામેલો ઓલ્ડ ડ્રેસેજ વ્યક્તિગત ગ્રાન્ડ પ્રિકસ ઇવેન્ટમાં ભાગ લેશે

4:45 PM: હોકી – ભારત વિ આયર્લેન્ડ

5:14 PM: તીરંદાજી – અંકિતા ભાકા રાઉન્ડ-ઓફ-64માં ભાગ લેશે અને તેનો સામનો પોલેન્ડની વાયોલેટા માયઝોર સામે થશે. અંકિતા રેન્કિંગ રાઉન્ડમાં 11મા સ્થાને રહી હતી.

5:27 PM: તીરંદાજી – ભજન કૌર પણ રાઉન્ડ ઓફ 64માં ઈન્ડોનેશિયાની સિફિયા કમલ સામે ટકરાશે. તેણે રેન્કિંગ રાઉન્ડમાં 22મું સ્થાન મેળવ્યું હતું.

5:30 PM: બેડમિન્ટન – સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટી તેમની અંતિમ ગ્રુપ મેચ ઈન્ડોનેશિયાના ફજર આલ્ફિયાન અને મુહમ્મદ આર્દિયાન્ટો સામે રમશે. તેઓ પહેલાથી જ ક્વાર્ટર ફાઈનલ માટે ક્વોલિફાઈ કરી ચૂક્યા છે.

સાંજે 6:20 પછી: બેડમિન્ટન – અશ્વિની પોનપ્પા અને તનિષા ક્રાસ્ટો ગ્રુપ સ્ટેજની મેચમાં સેટિયાના માપાસા અને એન્જેલા યુ સામે ટકરાશે.

7:16 PM: બોક્સિંગ – અમિત પંઘાલ પુરુષોની 50 કિગ્રા વર્ગમાં રાઉન્ડ-ઓફ-16ની અથડામણમાં પેટ્રિક ચિનયેમ્બા સામે ટકરાશે.

9:30 PM: બોક્સિંગ – મહિલાઓની 57 કિગ્રા વર્ગની રાઉન્ડ-ઓફ-32 મેચમાં જાસ્મીનનો સામનો ફિલિપાઈન્સની નેસ્થી પેટેસિયો સામે થશે.

10:46 PM: તીરંદાજી – ધીરજ બોમ્માદેવરાનો સામનો ચેક રિપબ્લિકના એડમ લી સાથે થશે.

1:06 AM: બોક્સિંગ – પ્રીતિ પવાર મહિલાઓની 54 કિગ્રા વર્ગની રાઉન્ડ-ઓફ-16 મેચમાં કોલંબિયાની યેની એરિયસ સામે ટકરાશે.