December 19, 2024

U-19 વર્લ્ડ કપમાં આ શું થયું? જીત માટે અફઘાન કેપ્ટને દરેક હદ કરી પાર, છતાં પણ મળી હાર

અફઘાનિસ્તાને છેલ્લા કેટલાક વર્ષોમાં ક્રિકેટની દુનિયામાં મોટું નામ કમાયું છે. આ ટીમે તાજેતરમાં ભારત સાથેની ત્રીજી T20 મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું અને 212 રન બનાવીને મેચ ટાઈ કરી હતી. આ પછી બે સુપર ઓવર થઈ અને ભારત જીત્યું. આ ટીમ હાલમાં દક્ષિણ આફ્રિકામાં અંડર-19 વર્લ્ડ કપમાં ભાગ લઈ રહી છે જ્યાં ટીમ મંગળવારે ન્યૂઝીલેન્ડ સામે ટકરાશે. ન્યુઝીલેન્ડ જીત્યું પરંતુ જીતવા માટે સખત પરસેવો પાડવો પડ્યો હતો. પરંતુ આ મેચમાં અફઘાનિસ્તાન કેપ્ટન નાસિર ખાને એવું કંઇક કર્યું જે હંમેશાથી વિવાદોમાં રહ્યા છે.

આઇસીસી U-19 ક્રિકેટ વર્લ્ડ કપ 2024માં મંગળવારે બફેલો પાર્કમાં ન્યૂઝીલેન્ડ અને અફઘાનિસ્તાનની વચ્ચે મેચમાં ઉત્સાહ અને તણાવ બન્ને જોવા મળ્યો હતો. ખાસકરીને મેચની છેલ્લી ક્ષણોમાં જ્યારે Ewald Wouter Schreuder જ્યારે રન આઉટ થઇ ગયો. જીત માટે માત્ર 92 રનનો પીછો કરતો અલ્લાહ મોહમ્મદ ગજનફરના નેતૃત્વમાં અફઘાનિસ્તાનના બોલરોને ન્યૂઝીલેન્ડને મુશ્કેલ સમય આપ્યો જે બાદ ન્યૂઝીલેન્ડનો સ્કોર 90/8 પર પહોંચી ગયો.

કીવી ખેલાડીને રન આઉટ કરી દીધો

જ્યા બે રન જોઈતા હતા અને બે વિકેટ બચી હતી, ત્યારે અફઘાનિસ્તાનના નસીર ખાને તેની પાંચમી ઓવરનો પહેલો બોલ ફેંકવા દોડ્યા, પરંતુ ટર્ન અરાઉન્ડ બોલ ફેંકવાના પહેલા રોકાઇ ગયો અને તેને કીવી ખેલાડીને રન આઉટ કરી દીધો. નૉન-સ્ટ્રાઇકરે ક્રીઝની બહાર થોડાક પગલા ભર્યા હતા જેનાથી નસીર ખાનને આઉટ કરવામાં મદદ મળી. જોકે તેમ છતા અફઘાનિસ્તાન જીતથી એક વિકેટ દૂર રહ્યું.

મેચ બાદ રન આઉટ માટે પૂછવામાં આવ્યો પ્રશ્ન?

 

View this post on Instagram

 

A post shared by ICC (@icc)

મેચ બાદ રન આઉટ અંગે પૂછવા પર નસીર ખાને કહ્યું, આ નિયમોમાં છે અને એટલા માટે મેં આવું કર્યું. અફઘાનિસ્તાનના કેપ્ટને એવું પમ કહ્યું કે શ્રેડર આઉટ થતા પહેલા દરેક બોલ પર નૉન-સ્ટ્રાઇકરની ક્રીઝ છોડી રહ્યા હતા. પૂર્વ લંડનમાં રમાયેલી રોમાંચક મેચમાં ન્યૂઝીલેન્ડે અફઘાનિસ્તાનને એક વિકેટથી હરાવ્યું, મોડેથી વિકેટો પડવા છતાં, મેટ રો – જે પ્રથમ દાવમાં 16 બોલમાં પાંચ વિકેટ સાથે ચમક્યો હતો – તેણે આગામી બોલ પર વિનિંગ રન ફટકારીને ન્યૂઝીલેન્ડને એક વિકેટથી રોમાંચક જીત અપાવી દીધી.

કંઇક આવી રહી મેચની હાલત

અફઘાનિસ્તાન અંડર 19 ટીમમાં કેપ્ટન નસીર ખાને ટૉસ જીતી પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જોકે, ઘણું ખોટું સાબિત થયું. અફઘાનિસ્તાન પહેલા બેટિંગ કરતા 50 ઓવર પણ રમી શક્યા નહીં અને માત્ર 21.3 ઓવરમાં 91 રન બનાવી ઑલ આઉટ થઇ ગઇ. જોકે, માત્ર 92 રનના ટારગેટનો પીછો કરતો કીવી ટીમે ઘણો સંઘર્ષ કર્યો. અફઘાની બોલરોએ 92 રનના ટારગેટમાં બરાબર ફાઇટ આપી. ન્યૂઝીલેન્ડ માત્ર 1 વિકેટથી મેચ જીતવામાં સફળ રહી.