December 30, 2024

લાંબા વિરામ બાદ પાટણમાં ભારે વરસાદ, રેલવે ગરનાળુ પાણીમાં ગરકાવ

ભાવેશ ભોજક, પાટણ: પાટણ શહેર સહિત જિલ્લામાં વહેલી સવારથી જ મેઘરાજાની એન્ટ્રી થતા નીચાણ વાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરતાની સાથે જ નગરપાલિકાની પોલ ખુલી જવા પામી હતી. જેમાં ખાસ કરીને પાટણ શહેરના પ્રથમ રેલ્વે ગરનાળામાં વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો તેમજ રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો.

ત્યારે દર ચોમાસે ગરનાળામાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા યથાવત રહેતા વાહન ચાલકો તેમજ રાહદારીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

તો બીજી તરફ પાટણ જિલ્લાના રાધનપુર, સાંતલપુર, સિધ્ધપુર પંથક ની અંદર એક ઇંચ જેટલો વરસાદ વરસવા પામતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી તો સાથે ખેડૂતોમાં પણ ખુશીની લહેર જોવા મળી હતી.