December 19, 2024

અડધી રાત્રે ઘણા રાજ્યોના રાજ્યપાલ બદલાયા, ગુજરાત-યુપીના રાજ્યપાલ અંગે કોઈ નિર્ણય નહીં

President Appoints 6 New Governors: રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ શનિવારે મોડી રાત્રે કેટલાક નવા રાજ્યપાલોની જાહેરાત કરી હતી. આ સાથે અનેક રાજ્યપાલોના ચાર્જ પણ બદલવામાં આવ્યા હતા. કલરાજ મિશ્રાની જગ્યાએ હરિભાઉ કિસનરાવ બાગડેને રાજસ્થાનના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. ભાજપના દિગ્ગજ નેતા ઓમ પ્રકાશ માથુરને સિક્કિમના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે.

આસામના વર્તમાન રાજ્યપાલ ગુલાબચંદ કટારિયાને પંજાબના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. પંજાબની સાથે કટારિયાને કેન્દ્રશાસિત પ્રદેશ ચંદીગઢના પ્રશાસકની વધારાની જવાબદારી પણ સોંપવામાં આવી છે. રાષ્ટ્રપતિએ પંજાબના રાજ્યપાલ અને કેન્દ્રશાસિત પ્રદેશ ચંદીગઢના પ્રશાસક તરીકે ફરજ બજાવતા બનવારીલાલ પુરોહિતનું રાજીનામું સ્વીકારી લીધું છે.

આ પણ વાંચો: નેધરલેન્ડના બળાત્કારના આરોપીને Paris Olympicsમાં રમવાની પરવાનગી મળી

જ્યારે ઝારખંડના પૂર્વ રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણનને હવે મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. કેન્દ્રીય મંત્રી રહી ચુકેલા સંતોષ કુમાર ગંગવારને ઝારખંડના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. રેમન ડેકાને છત્તીસગઢના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. સીએચ વિજયશંકરને મેઘાલયના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત લક્ષ્મણ પ્રસાદ આચાર્યને આસામના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે અને તેમને મણિપુરની વધારાની જવાબદારી પણ સોંપવામાં આવી છે. જોકે ગુજરાત અને ઉત્તર પ્રદેશના રાજ્યપાલ અંગે હજુ સુધીકોઈ નિર્ણય લેવાયો નથી.

નવા ગવર્નરોની સંપૂર્ણ યાદી

1 હરિભાઉ કિસનરાવ બાગડેને રાજસ્થાનના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે.
2 ઓમ પ્રકાશ માથુરને સિક્કિમના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે.
3 આસામમાંથી ગુલાબચંદ કટારિયાને પંજાબ અને ચંદીગઢના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
4 જીષ્ણુ દેવ વર્માને તેલંગાણાના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
5 સંતોષ કુમાર ગંગવારને ઝારખંડના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
6 રમણ ડેકાને છત્તીસગઢના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે.
7 સીએચ વિજયશંકરને મેઘાલયના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
8 સીપી રાધાકૃષ્ણનને ઝારખંડમાંથી મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
9 લક્ષ્મણ પ્રસાદ આચાર્યને સિક્કિમમાંથી આસામના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે અને તેમને મણિપુરનો વધારાનો હવાલો પણ આપવામાં આવ્યો છે.