December 17, 2024

‘DGP’s Commendation Disc-2023’ની જાહેરાત, 110 અધિકારીઓને મળશે એવોર્ડ

ગાંધીનગરઃ વર્ષ 2023માં ગુજરાત પોલીસમાં બજાવેલી ફરજ દરમિયાન ઉત્કૃષ્ટ અને સરાહનીય કામગીરી બદલ ‘DGP’s Commendation Disc-2023’ના પદક મેળવનારા કર્મીઓનાં નામ જાહેર કરવામાં આવ્યા છે. કુલ 110 અધિકારી-કર્મચારીઓની પદક એનાયત કરવા માટે પસંદગી કરવામાં આવી છે. 30 ઓગસ્ટ, 2024ના દિવસે ગુજરાત પોલીસ અકાદમીમાં તમામ અધિકારી-કર્મચારીઓને પદક એનાયત કરવામાં આવશે.

ગોલ્ડ ડિસ્ક મેળવનારા અધિકારીઓની વાત કરવામાં આવે તો, ગાંધીનગરના અધિક પોલીસ મહાનિદેશક આરબી બ્રહ્મભટ્ટ, ગાંધીનગર સીઆઈડીના અધિક પોલીસ મહાનિદેશક સુભાષ ત્રિવેદી અને ગાંધીનગર ડીજીપી કચેરીમાં ફરજ બજાવતા પોલીસ અધિક્ષક રૂપલ સોલંકીને પદક એનાયત કરવામાં આવશે.

સિલ્વર ડિસ્ક મેળવનારા અધિકારીની વાત કરવામાં આવે તો, ગાંધીનગર અધિક પોલીસ મહાનિદેશક નિરજા ગોટરૂ, અમદાવાદ કોસ્ટલ સિક્યોરિટીના પોલીસ અધિક્ષક પીએલ માલ, ગાંધીનગર સીઆઇડી ક્રાઇમ અને રેલવેના નાયબ પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડને પણ પદક એનાયત કરવામાં આવશે.

આ સિવાય શ્વેતા શ્રીમાળી, દિપક મેઘાણી, કરણરાજ વાઘેલા, રવિ સૈની, મયુર પાટીલ, એસઆર ઓડેદરા, એન્ડ્રુસ મેકવાન, રવિરાજસિંહ જાડેજા, મુકેશકુમાર પટેલ, કોમલ વ્યાસને પણ પદક એનાયત કરવામાં આવશે.