January 8, 2025

ગૂગલના પેટમાં તેલ રેડાશે, નવા સર્ચ એન્જિનનું આગમન?

OpenAI: ગૂગલના સર્ચ એન્જિનના વર્ચસ્વને પડકારવા માટે હવે ઈન્ટરનેટ પર વધુ એક સર્વિસ શરૂ થવા જઈ રહી છે. જોકે, આ અંગે કેટલી સફળતા અને નિષ્ફળતા એ ચર્ચાનો વિષય છે પણ ગૂગલ સામે એક વિશાળ વસ્તુ આવી રહી છે. OpenAI એક નવા સર્ચ એન્જિનનું પરીક્ષણ કરી રહ્યું છે, જેનું નામ SearchGPT છે. ઓપનએઆઈએ જણાવ્યું હતું કે સર્ચ જીપીટી સર્ચ રીઝલ્ટને સુધારવા અને સોર્સ પ્રદાન કરવા માટે પ્રોફેનલ લેવલ પર કેટલીક મદદ લેશે.

ગૂગલ સામે પહાડ જેવો પડકાર
વર્ષોથી સર્ચ એન્જિન તરીકે વર્ચસ્વ ધરાવનાર Google AIના આગમનથી પડકારોનો સામનો કરી રહ્યું છે. ઓપનએઆઈએ તેની વેબસાઈટ પર એક નિવેદનમાં કહ્યું કે, ‘સર્ચજીપીટીનું પરીક્ષણ ચાલી રહ્યું છે. આ નવી શોધ સુવિધાઓનો પ્રોટોટાઇપ છે.એટલે જે રીતે ગૂગલ સર્ચ થાય એ રીતે સર્ચ કરવું વધારે સરળ બની રહેશે. તે વેબ પરથી માહિતી સાથે AI મોડલ્સના પાવરફૂલ ટુલ્સનો ઉપયોગ કરી શકે છે. જેથી યુઝર્સને સ્પષ્ટ અને સંબંધિત સ્ત્રોતો સાથે ઝડપી જવાબો મેળી રહે.

આ પણ વાંચો: દુનિયાના લીડર્સનો AI અવતાર, મસ્કે મોદીને બતાવ્યાં મલ્ટિકલરમાં

સાઇન અપ કરી શકો છો
ઓપનએઆઈએ જણાવ્યું હતું કે, ‘તે હાલમાં આ સર્ચ એન્જિન પર ફીડબેક મેળવવા માટે યુઝર્સ અને એડિટર્સના નાના જૂથ સાથે લોન્ચ કરવામાં આવી રહ્યું છે. જો કે, આ પ્રોટોટાઇપ કાયમી નથી. ભવિષ્યમાં ChatGPT માં આમાંથી શ્રેષ્ઠ સુવિધાઓને સીધી રીતે ફિલ્ટર કરવાની યોજના છે. જો આ પ્રોટોટાઇપને અજમાવવા માંગતા હો, તો સાઇન અપ કરી શકો છો. SearchGPT વપરાશકર્તાઓના પ્રશ્નોના ઝડપી અને સીધા જવાબો તેમને સંબંધિત સોર્સ લિંક્સ અને વેબ પરથી અપ-ટૂ-ડેટ માહિતી પ્રદાન કરીને આપશે.

પ્રશ્નોના જવાબ મળશે
સરળતાથી ફોલો-અપ પ્રશ્નો પણ પૂછી શકે છે. નિષ્ણાતોનું માનવું છે કે જો આ સર્ચ એન્જિન માર્કેટમાં આવે છે તો તે ગૂગલ માટે મોટો પડકાર ઊભો કરશે. આ માટે તેણે નવેસરથી વિચારવું પડશે અને તેના સર્ચ એન્જિનમાં નવા અપડેટ્સ અને ફીચર્સ આપવા પડશે. જોકે, ગૂગલ આ માટે કેટલું તૈયાર છે તે જોવું રહ્યું. કંપનીના સુત્રો ત્યાં સુધી કહે છે કે, સર્ચની બાબતમાં ગૂગલ કંઈક નવું લાવશે તો એ ટકી રહેશે.