December 25, 2024

અનંતનાગમાં ગમખ્વાર દુર્ઘટનામાં એક જ પરિવારના 8 લોકોના કરૂણ મોત

Anantnag Accident: જમ્મુ-કાશ્મીરના અનંતનાગથી દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે. અનંતનાગ જિલ્લાની નજીક સિમથાન-કોકરનાગ રોડ પર એક ભયાનક અકસ્માત થયો છે. એક વાહન ખીણમાં ખાબકતાં પાંચ બાળકો સહિત 8 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. કાર ચાલકે કાબુ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હતો. કારમાં સવાર તમામ લોકો કિશ્તવાડથી આવી રહ્યા હતા.

ઊંડી ખીણમાં ખાબકી કાર
મળતી માહિતી મુજબ, દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના કોકરનાગના ડકસુમ વિસ્તાર પાસે શનિવારે એક ભયાનક દુર્ઘટના સર્જાઇ છે. અહીં એક કાર ખીણમાં ખાબકતાં 8 લોકોના મોત થયા હતા. આ 8 લોકોમાંથી બે સગીર હતા. અધિકારીઓએ જણાવ્યું કે, JK03H 9017 રજીસ્ટ્રેશન વાળી સુમો કાર ડકસુમ પાસે અનિયંત્રિત થઈને રસ્તા પરથી ઉતરી ગઈ હતી અને ખીણમાં ખાબકી ગઈ હતી.

8 લોકોના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત
આ ઘટનામાં 8 લોકોના કમકમાટીભર્યા મોત થયા છે, કારમાં એક જ પરિવારના 8 લોકો મુસાફરી કરી રહ્યા હતા. મૃતક પરિવારમાં 5 બાળકો અને 2 મહિલાઓનો પણ સમાવેશ થાય છે. તેની સાથે એક વ્યક્તિ પણ હતી. આ પરિવાર કિશ્તવાડથી આવી રહ્યો હતો. આ સંદર્ભે કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ શરૂ કરવામાં આવી છે.