December 24, 2024

Women’s Asia Cup 2024ની ફાઈનલને મેચ પહેલા કરાયો આ મોટો ફેરફાર

Asia Cup 2024 Final: મહિલા એશિયા કપ 2024 હવે એક નવો ચેમ્પિયન મળવા જઈ રહ્યો છે. બંને સેમિફાઇનલ 26મી જુલાઈએ રમાશે અને ત્યારબાદ 28મી જુલાઈએ ફાઈનલ રમાવાની છે. આ વચ્ચે એક એક માહિતી મળી રહી છે. જેમાં એશિયા કપ 2024 ફાઈનલનો સમય બદલાઈ ગયો છે. એટલે કે હવે તે પહેલાના સમયે નહીં થાય. ACC દ્વારા આની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.

 

સેમિફાઇનલમાં બાંગ્લાદેશ સામે ટકરાશે
ભારત અને પાકિસ્તાન ઉપરાંત બાંગ્લાદેશ અને શ્રીલંકાની ટીમો એશિયા કપ 2024ની સેમી ફાઇનલમાં પહોંચી ગઈ છે. 26મી જુલાઈના રોજ પ્રથમ સેમિફાઈનલમાં ભારતનો મુકાબલો બાંગ્લાદેશ સાથે થવાનો છે. આ મેચ દિવસના 2 વાગ્યાના રમાશે. સેમિફાઇનલમાં પાકિસ્તાનનો મુકાબલો શ્રીલંકા સામે થશે. આ મેચ તે જ દિવસે સાંજે 7 વાગ્યાથી રમાશે. બંને ટીમ એક જ દિવસમાં ટકરાશે. ફાઈનલ મેચ 28મી જુલાઈને રવિવારે રમાશે. પહેલા આ મેચ સાંજે સાત વાગ્યાથી યોજાવાની હતી, પરંતુ હવે તેના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે વિમેન્સ એશિયા કપની ફાઈનલ બપોરે 3 વાગ્યાથી રમાશે.

આ પણ વાંચો: Paris Olympics 2024: આર્જેન્ટિના અને મોરોક્કો મેચમાં ચાહકોએ મચાવ્યો હંગામો

ફાઈનલ હવે બપોરે 3 વાગ્યાથી રમાશે.
એશિયા ક્રિકેટ કાઉન્સિલ દ્વારા સોશિયલ મીડિયા પર માહિતી આપવામાં આવી છે. જેમાં તેમણે કહ્યું છે કે ફાઈનલ હવે બપોરે 3 વાગ્યાથી રમાશે. સેમિ-ફાઇનલ મેચો પહેલાથી જ નક્કી કરેલા શેડ્યૂલ મુજબ જ યોજાશે. ફાઈનલની તારીખ બદલાઈ નથી, માત્ર સમય બદલાયો છે. જો કે તેની પાછળનું કારણ જણાવવામાં આવ્યું નથી. ભારત અને શ્રીલંકા વચ્ચે મેન્સ ટીમની મેચ હશે, જે સાંજે 7 વાગ્યાથી રમાશે. શક્ય છે કે બંને મેચ એક સાથે ન યોજાય તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો હોય શકવાની સંભાવનાઓ છે.