January 4, 2025

બોરસદમાં આકાશેથી વરસી આફત, મોટાભાગના વિસ્તારોમાં ગળાડૂબ પાણી ભરાયા

આણંદ: આજે બોરસદમાં આકાશે જાણે આફત વરસી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. માત્ર 4 કલાકમાં 4 ઇંચ વરસાદ ખાબકી જતાં શહેરના મોટાભાગના વિસ્તારોમાં ક્યાંક કેડસમા તો ક્યાંક ગળાડૂબ પાણી ભરાયા હતા. ત્યારે તસવીરોમાં જુઓ પાણીમાં ડૂબેલ બોરસદના દ્રશ્યો.

ધોળા દિવસે કાળ ડિબાંગ વાદળો વચ્ચે ચારે તરફ પાણી
બોરસદના અનેક વિસ્તારોમાં ભરાયા વરસાદી પાણી
4 ઇંચ વરસાદમાં ઘરમાં ભરાયા 1 ફૂટ પાણી, ઘરવખરી તણાઇ
રસ્તા હોય કે ઘરો સર્વત્ર પાણી જ પાણી
ઘૂંટણસમા પાણીમાં મસ્તી કરતાં જોવા મળ્યા બાળકો
રિક્ષા પણ અડધી પાણીમાં ડૂબી જાય એટલા પાણી ભરાયા
વાહનો ડૂબ્યાં પાણીમાં
અડધું એક્ટીવા ડૂબી ગયું પાણીમાં
વરસાદી પાણીમાં ડૂબી ગઈ અડધી ગાડી
ભરાયેલા વરસાદી પાણીની સૌથી વધુ અસર ઝૂંપડાંવાસી પરિવારોને થઈ
બોરસદના શોપિંગ કોમ્પલેક્ષમાં ભરાયા વરસાદી પાણી
કોમ્પલેક્ષની દુકાનો અડધી ડૂબી ગઈ
દુકાનનો સમાન બચાવતા જોવા મળ્યા દુકાન માલિકો