December 19, 2024

ભારતીય સ્ટોક માર્કેટ બન્યું દુનિયાનું ચોથું સૌથી મોટું માર્કેટ

ભારતીય શેરબજારે હોંગકોંગને પછાળીને પહેલી વખત ત્રીજું સ્થાન મેળવ્યું છે. આ સાથે ભારતીય માર્કેટે દક્ષિણ એશિયાના દેશોમાં એક મહત્વનું સ્થાન મેળવ્યું છે. વૃદ્ધિની સંભાવનાઓ અને નીતિગત સુધારાના કારણે ભારતીય શેરબજાર રોકાણકારોની પ્રથમ પસંદગી બની ગયું હતું.

હોંગકોંગને પછાળી ભારત આગળ
બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, ભારતીય એક્સચેન્જો પર સૂચિબદ્ધ શેરનું સંયુક્ત માર્કેટ કેપ સોમવારના 4.33 ટ્રિલિયન પર બંધ રહ્યું હતું, જ્યારે હોંગકોંગ શેરબજારની કુલ માર્કેટ કેપ 4.29 ટ્રિલિયન રહી છે. આ સાથે જ ભારત વૈશ્વિક સ્તરે ચોથું સૌથી મોટું ઈક્વિટી માર્કેટ બની ગયું છે. મહત્વનું છેકે, તેનું માર્કેટ કેપ 5 ડિસેમ્બરે જ પ્રથમ વખત 4 ટ્રિલિયનને વટાવી ચૂક્યુ હતું.

ભારતીય બજારમાં ચાલી રહેલી તેજીનું કારણ
સતત વધતા છૂટક રોકાણકારોના આધાર અને મજબૂત કોર્પોરેટ આવકના કારણે ભારતમાં ઈક્વિટી માર્કેટ ઝડપથી વધી રહ્યું છે. તે જ સમયે 2023માં વિદેશી ભંડોળ દ્વારા ભારતીય શેરબજારમાં 21 બિલિયન કરતાં વધુનું રોકાણ પ્રાપ્ત થયું હતું. જેણે બેન્ચમાર્ક ઇન્ડેક્સ S&P,BSE સેન્સેક્સને સતત આઠમા વર્ષે લાભ નોંધાવવામાં મદદ મળી છે.

હોંગકોંગના બજારોમાં ઐતિહાસિક ઘટાડો
એક તરફ ભારતીય શેરમાં સતત વધારો થઈ રહ્યો છે, તો બીજી તરફ હોંગકોંગના બજારોમાં ઐતિહાસિક ઘટાડો જોવા મળી રહ્યો છે. જ્યાં ચીનની કેટલીક અગ્રણી અને નવીન કંપનીઓ લિસ્ટેડ છે. બેઇજિંગના કડક એન્ટી-COVID-19 પ્રતિબંધો, કોર્પોરેશનો પર નિયમનકારી કટોકટી, મિલકત-ક્ષેત્રની કટોકટી અને પશ્ચિમ સાથેના ભૌગોલિક રાજકીય તણાવ જેવા પરિબળોને કારણે ચીન વિશ્વના વિકાસ એન્જિન તરીકે પાછળ રહી ગયું છે. જેના કારણે ઇક્વિટીમાં ઘટાડો પણ શરૂ થયો. જે હવે મોટા પાયે પહોંચી ગયો છે.

ચાઈનીઝ અને હોંગકોંગના શેરનું કુલ બજાર મૂલ્ય 2021માં ટોચના સ્તરથી 6 ટ્રિલિયનથી વધુ ઘટી ગયું છે. આ સાથે હોંગકોંગમાં નવા લિસ્ટિંગમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. જેના કારણે એશિયન ફાઇનાન્સિયલ હબ IPO ઓફરિંગ માટે વિશ્વના સૌથી વ્યસ્ત સ્થળો પૈકીના એક તરીકેનું સ્થાન ગુમાવી રહ્યું છે.