December 18, 2024

યુનાઈટેડ નેશન્સ વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઈઝેશન યાદીમાં ‘ધોરડો’નો ડંકો

યુનાઈટેડ નેશન્સ વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઈઝેશન (UNWTO) દ્વારા જાહેર કરાયેલ ટોચના 54 પ્રવાસી ગામોની યાદીમાં સ્થાન મેળવીને ગુજરાતના ધોરડો ગામે વૈશ્વિક ખ્યાતિ મેળવી છે. UNWTO દ્વારા જાહેર કરાયેલા 54 શ્રેષ્ઠ પ્રવાસી ગામોની યાદીમાં સ્થાન મેળવ્યા બાદ ગુજરાતના ધોરડોના સુંદર ગામને આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ ઉભી કરી છે.  ગુજરાતના મધ્યમાં આવેલું ધોરડો ગામ એક મુખ્ય પર્યટન સ્થળ તરીકે વૈશ્વિક મંચ પર પોતાનું સ્થાન મેળવવા માટે ખૂબજ લાંબા સમયથી રાહ જોઇ રહ્યું હતું.  ગુજરાત રાજ્યે તેના સામાજિક, રાજકીય, ઔદ્યોગિક અને સાંસ્કૃતિક વિકાસ દ્વારા દેશને હંમેશા નવી દિશા બતાવી છે. 26 જાન્યુઆરી, 2024ના દિવસે નવી દિલ્હીના કર્તવ્ય પથ પર આયોજિત પ્રજાસત્તાક દિવસની રાષ્ટ્રીય પરેડમાં ગુજરાત રાજ્યના સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરતું ‘ધોરડો’ને ગુજરાતના સરહદી પ્રવાસનની વૈશ્વિક ઓળખ’ થીમ પર પ્રદર્શન કરવામાં આવશે. તાજેતરમાં જ યુનાઈટેડ નેશન્સ વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઈઝેશન (UNWTO) એ ધોરડોને વિશ્વના શ્રેષ્ઠ પર્યટન ગામોની યાદીમાં સામેલ કર્યું છે. આ સરહદી ગામ ‘વિકસિત ભારત’ની કલ્પનાને સાકાર કરીને રાજ્ય અને દેશના સરહદી પ્રવાસનને પણ પ્રોત્સાહન આપ્યુ છે. આગામી ૨૬ જાન્યુઆરી દિવસે યોજાનારી પરેડમાં 16 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો અને કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોની 9 ઝાંખીઓ સહિત કુલ 25 ઝાંખીઓ પ્રદર્શિત કરવામાં આવશે. માહિતી અનુસાર, 75માં ગણતંત્ર દિવસના અવસર પર ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન મુખ્ય અતિથિ તરીકે હાજર રહેશે.

પીએમ મોદી અને અમિત શાહે ધોરડોની માન્યતાની ઉજવણી કરી હતી
પીએમ નરેન્દ્ર મોદીએ ધોરડોને “શ્રેષ્ઠ પ્રવાસન ગામ” તરીકે ઓળખાવા બદલ ખુશી વ્યક્ત કરી હતી. તેમણે ગામની સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો અને કુદરતી સૌંદર્યની પ્રશંસા કરી અને વિશ્વભરના પ્રવાસીઓને આકર્ષવાની તેની ક્ષમતા પર ભાર મૂક્યો. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે આ ક્ષેત્રને વિશ્વ-કક્ષાના પ્રવાસન સ્થળમાં પરિવર્તિત કરવાના પીએમ મોદીના પ્રયાસોને સ્વીકારીને સિદ્ધિની ઉજવણી કરી હતી. અમૃતકાળના આ પ્રથમ ગણતંત્ર દિવસે પર્વમાં ગુજરાતની આ ઝાંખી દ્વારા દર્શાવવામાં આવ્યું છે કે, પર્યાવરણીય, ભૌગોલિક અને કુદરતી અસમાનતાઓથી ભરેલું કચ્છના રણમાં આવેલું રાજ્યનું સરહદી ગામ ધોરડો કેવી રીતે સિરમૌર એક સ્થળ તરીકે ઉભરી આવ્યું છે. અનેક પ્રતિકૂળ પરિસ્થિતિઓ છતાં પ્રવાસન ક્ષેત્રે તૈયાર ઉભરી આવી છે. ગુજરાતની ભૌગોલિક સ્થિતિને ફરતા ગ્લોબમાં દર્શાવવામાં આવી છે. ગુજરાતના નકશા પર વિશ્વભરમાં જાણીતા ધોરડો અને ‘ભુંગા’ તરીકે ઓળખાતા પરંપરાગત કચ્છી ઘરોનું પ્રદર્શન કરવા ઉપરાંત, કચ્છની સ્થાનિક હસ્તકલા, કલર રોગન કલા, પરંપરાગત કચ્છી સંગીત અને કૌશલ્ય જેવી થીમ્સ દર્શાવવામાં આવશે. પરંપરાગત વેશભૂષામાં સજ્જ વિદેશી પર્યટકોને પણ અહીં ડિજીટલ પેમેન્ટ કરીને કલાકૃતિઓ ખરીદતા બતાવવામાં આવ્યા છે,  આ ગામની પરંપરા સાથે સાથે ડિજિટલ પ્રગતિ દર્શાવવામાં આવી છે. પરંપરા, પ્રવાસન, ટેક્નોલોજી અને વિકાસના અદ્ભુત સમન્વયને કારણે ધોરડોને યુનાઈટેડ નેશન્સ વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઈઝેશન (UNWTO)ની શ્રેષ્ઠ પર્યટન ગામોની યાદીમાં સામેલ કરવામાં આવ્યું છે, જે હકિકતે ‘વિકસિત ભારત’ની કલ્પનાને સાકાર કરે છે. આ ઉપરાંત ઝાંખીમાં રણ ઉત્સવ, ટેન્ટ સિટી અને કચ્છની વિવિધ એમ્બ્રોઇડરી કળાનું પ્રદર્શન કરવામાં આવ્યું છે. ઝાંખીમાં પરંપરાગત પોશાકમાં ગરબા નૃત્ય કરતી મહિલાઓ ગુજરાતની ઐતિહાસિક સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કરી રહી છે.

તાજેતરમાં યુનેસ્કોએ ગુજરાતના ગરબાને તેના ‘અમૂર્ત સાંસ્કૃતિક વારસા’માં સામેલ કર્યા છે, જે દરેક ગુજરાતી અને ભારતીય માટે ગર્વની વાત છે. માહિતી અને પ્રસારણ સચિવ અવંતિકા સિંહ ઓલખ, માહિતી નિયામક ધીરજ પારેખ, અધિક નિયામક અરવિંદ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકારના માહિતી વિભાગ દ્વારા રજૂ કરાયેલ આ ઝાંખીના નિર્માણમાં પંકજભાઈ મોદી અને નાયબ માહિતી નિયામક સંજય કછોટ સહયોગ આપી રહ્યા છે. આ ઝાંખીનું નિર્માણ સ્માર્ટ ગ્રાફ આર્ટ એડવર્ટાઇઝિંગ પ્રાઇવેટ લિમિટેડના સિદ્ધેશ્વર કાનુગા દ્વારા કરવામાં આવી રહ્યું છે.