September 21, 2024

Paris Olympics 2024: ઓલિમ્પિક મેડલ વિજેતા એન્ડી મરેની નિવૃત્તિની જાહેરાત

Andy Murray: પેરિસ ઓલિમ્પિક શરૂ થવામાં હવે 3 દિવસ બાકી છે. આ ટુર્નામેન્ટ 26મી જુલાઈથી શરૂ થવાનો છે. આ પહેલા બ્રિટિશ ટેનિસ સ્ટાર એન્ડી મરેએ મોટી જાહેરાત કરી દીધી છે. તેઓએ જાહેરાત કરી છે કે આ ટૂર્નામેન્ટ બાદ નિવૃત્તિ લઈ લેશે. આ તેની કારકિર્દીની છેલ્લી ટૂર્નામેન્ટ હશે.
પોસ્ટ કરીને આપી માહિતી
બે વખતના ઓલિમ્પિક મેન્સ સિંગલ્સ ચેમ્પિયન એન્ડી મરેએ આજના દિવસે આ વાતની પુષ્ટિ કરી કે તે પેરિસ ઓલિમ્પિક પછી રમતમાંથી નિવૃત્તિ લેશે. તેણે કહ્યું કે “હું મારી છેલ્લી ટેનિસ ટૂર્નામેન્ટ માટે પેરિસ પહોંચ્યો છું,” મુરેએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને આ માહિતી આપી હતી. તમને જણાવી દઈએ કે મરેએ 2012 લંડન ઓલિમ્પિકમાં ગ્રાસકોર્ટ પર તેનો પ્રથમ સુવર્ણ ચંદ્રક જીત્યો હતો, જેમાં રોજર ફેડરરને ત્રણ સેટમાં હરાવી હતી. બાદમાં વર્ષ 2016 માં, તેણે રિયો ડી જાનેરોના હાર્ડ કોર્ટ પર જુઆન માર્ટિન ડેલ પોટ્રોને હરાવીને ખિતાબ જીત્યો હતો.
ટેબલ ટેનિસમાં ભારતીય ખેલાડીઓ
ભારતીય પુરૂષ ટીમની વાત કરીએ તો તેની વર્લ્ડ રેન્કિંગ 14 અને મહિલાની વાત કરવામાં આવે તો મહિલા ટીમની રેન્કિંગ 11 છે. 27 જુલાઈથી લઈને 5 ઓગસ્ટ સુધી પેરિસ ઓલિમ્પિકમાં કુલ 5 ટેબલ ટેનિસ ઈવેન્ટ્સનું આયોજન કરાશે. પુરૂષ ખેલાડીઓમાં 42 વર્ષીય અચંતા શરથ કમલનું નામ છે. જેઓ પાંચમી વખત ઓલિમ્પિકમાં ભાગ લેવા જઈ રહ્યા છે અને આ વખતે પીવી સિંધુની સાથે ધ્વજવાહક બનશે, હરમીત દેસાઈ અને માનવ છે. ટેબલ ટેનિસ ઈવેન્ટમાં 60 દેશોના કુલ 172 ખેલાડી ભાગ લેવાના છે. જેમાંથી 86 મહિલા અને 82 પુરુષ ખેલાડીઓ છે.