December 28, 2024

ગૌતમ ગંભીરે પહેલીવાર Virat Kohli સાથેના સંબંધો વિશે કહી આ વાત

Gautam Gambhir Virat Kohli: કોચ બન્યા બાદ ગૌતમ ગંભીરે પહેલીવાર વિરાટ કોહલી સાથેના સંબધો વિશે વાત કહી હતી. ખાસ વાત તો એ છે કે IPL-2023માં આ બંને ખેલાડીઓ વચ્ચે વિવાદ થયો હતો. આ સમયે બંને વચ્ચે વિવાદ ખુબ ચાલ્યો હતો. જોકે આ વખતની આઈપીએલની સિઝનમાં બંને ગળે મળતા જોવા મળ્યા હતા. ગૌતમ ગંભીરે પહેલીવાર વિરાટ કોહલી સાથે પોતાના સંબંધો વિશે મીડિયા સામે વાત કરી હતી. જેમાં તેણે કહ્યું કે વિરાટ સાથે તેની મિત્રતા શાનદાર છે પરંતુ તે દરેક વાતને સાર્વજનિક કરી શકતો નથી.
ટીઆરપી માટે ઠીક
ગંભીરને આ મહિને ટીમ ઈન્ડિયાનો નવો મુખ્ય કોચ બનાવી દેવામાં આવ્યો છે. આ પ્રવાસ પર જતા પહેલા ગંભીરે સોમવારે ચીફ સિલેક્ટર અજીત અગરકર સાથે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ સમયે તેમણે કોહલી સાથેના સંબંધોને લઈને વાત કરી હતી. ગંભીરે કહ્યું, “ટીઆરપી માટે તે સારું છે પરંતુ મારા અને વિરાટ વચ્ચેના સંબંધો સારા છે. પરંતુ મને આ વાતને સાર્વજનિક કરવાનું પસંદ નથી.
કોહલી સાથે વાત કરી હતી
જ્યારે ગંભીરને પૂછવામાં આવ્યું કે શું તેણે કોચ બન્યા બાદ કોહલી સાથે વાત કરી છે. આ સવાલના જવાબમાં તેમણે કહ્યું કે બંને વચ્ચે વાત થઈ હતી પરંતુ શું થઈ તે તે જાહેર કરશે નહીં. તેણે કહ્યું, “હું સાર્વજનિક કરી શકતો નથી કે અમે કોચ બન્યા પછી પણ વાત કરી હતી અને કોચ બનતા પહેલા પણ વાત કરી હતી. હું એક ખેલાડી છું. હું તેનું ઘણું સન્માન કરું છું. આશા છે કે અમે કરી શકીશું.