December 19, 2024

જો બાઈડનથી શીખે રાહુલ ગાંધી… દેશહિતમાં લે નિર્ણય, BJPએ માર્યો ટોણો

Amit Malviya On Rahul Gandhi: અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને રવિવારે જાહેરાત કરી છે કે તેઓ આગામી રાષ્ટ્રપતિની ચૂંટણી નહીં લડે. બાઈડનના આ નિર્ણયને લઈને ભારતીય જનતા પાર્ટી (BJP)એ કોંગ્રેસના સાંસદ અને વિપક્ષના નેતા રાહુલ ગાંધી પર ટોણો માર્યો છે. બીજેપીના આઈટી વિભાગના વડા અમિત માલવિયાએ ટ્વિટર પર કહ્યું કે ત્રીજી વખત નિષ્ફળ રહેલા રાહુલ ગાંધીએ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન પાસેથી શીખવાનો સમય આવી ગયો છે.

વડાપ્રધાન મોદીએ હેટ્રિક ફટકારી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પીએમ બનવાની હેટ્રિક ફટકારી છે. વર્ષ 2014 બાદ તેમણે 2019માં અને હવે 2024માં પણ પીએમ તરીકે શપથ લીધા હતા. જો કે આ વખતે ચૂંટણીમાં ભાજપ એકલા હાથે બહુમતી હાંસલ કરી શકી નથી. જ્યારે વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપે એકલા હાથે 303 બેઠકો જીતી હતી. પરંતુ NDA ગઠબંધને દેશમાં ત્રીજી સરકાર બનાવીને ઈતિહાસ રચ્યો હતો. આ વખતે કોંગ્રેસને 99 બેઠકોથી સંતોષ માનવો પડ્યો હતો. 100નો આંકડો પણ સ્પર્શી શક્યો નથી.

રાહુલ ગાંધીએ બાઈડન પાસેથી શીખવું જોઈએ
સરકારની રચના બાદ બંને પક્ષો અને વિપક્ષ રસ્તાઓથી લઈને સંસદ સુધી એકબીજા પર પ્રહારો કરી રહ્યા છે. ભાજપે રાહુલ ગાંધીને ત્રીજી વખત અસફળ ગણાવીને ટોણો માર્યો છે. અમિત માલવિયાએ કહ્યું કે રાહુલ ગાંધીએ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન પાસેથી કંઈક શીખવું જોઈએ.

તમને જણાવી દઈએ કે જો બાઈડને રાષ્ટ્રપતિ પદની ઉમેદવારીની રેસમાંથી ખસી જવાની જાહેરાત કરતા કહ્યું કે તે મારી પાર્ટી અને દેશના શ્રેષ્ઠ હિતમાં છે. બાઈડન (81)નો આ નિર્ણય અમેરિકામાં 5 નવેમ્બરે યોજાનાર મતદાનના ચાર મહિના પહેલા આવ્યો છે. આ સાથે તેમણે રાષ્ટ્રપતિ પદની ઉમેદવારી માટે ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસના નામને મંજૂરી આપી દીધી છે.