Hardik Pandya: નતાશા સાથે છૂટાછેડા બાદ પહેલીવાર જાહેરમાં આવ્યો હાર્દિક
Hardik Pandya: છેલ્લા કેટલાક મહિનાઓથી હાર્દિક પંડયા સતત ચર્ચામાં આવી રહ્યો છે. હાર્દિક પંડ્યાનો જાણે ખરાબ સમય ચાલી રહ્યો હોય તેવું જોવા મળી રહ્યું છે. પહેલા IPL 2024માં પહેલીવાર મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટનશિપ કરી હતી. તે સમયે તેને તેના ચાહકોનો સામનો કરવો પડ્યો હતો. કેપ્ટનશિપ કરતી વખતે પંડ્યાને મેદાનની અંદર અને બહાર ઘણું સહન કરવું પડ્યું હતું. ત્યારબાદ હાર્દિકનું અંગત જીવન ચર્ચામાં આવ્યું છે.
ચહેરા પર સ્મિત રાખ્યું
હાર્દિકે સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં નતાશાથી છૂટાછેડાની માહિતી શેર કરી હતી. હાર્દિક પંડ્યા નતાશા સાથેના છૂટાછેડા બાદ પહેલીવાર જાહેરમાં આવ્યો હતો. હાર્દિકે તમામ દર્દને છુપાવીને પંડ્યાએ ‘સ્પોર્ટ્સ એપેરલ બ્રાન્ડ’ના લોન્ચિંગ સમયે પોતાના ચહેરા પર સ્મિત રાખ્યું હતું. આ દરમિયાન તેણે T20Iમાં કેપ્ટન બનવાની રેસમાં પાછળ રહીને પણ પોતાનું મૌન તોડ્યું હતું.T20 વર્લ્ડ કપ 2024માં હાર્દિક પંડ્યાનું શાનદાર પ્રદર્શન જોવા મળ્યું હતું. T20 વર્લ્ડ કપ 2024માં હાર્દિકની ભારતની જીતમાં મહત્વનું યોગદાન આપ્યું હતું. સૂર્યકુમાર યાદવને ટીમની કમાન સોંપવામાં આવી હતી.
View this post on Instagram
આ પણ વાંચો: Shami: સાનિયા સાથે લગ્નની અફવાઓ પર શમીએ તોડ્યું મૌન
પંડ્યા પહેલી વખત આવ્યો સામે
આ તમામ પડકારોનો સામનો કર્યા બાદ પંડ્યા પ્રથમ વખત લોકો સામે આવ્યા હતા. આ સમયે તેમણે કહ્યું કે ક્યારેક મનને વિચારો વગર રાખવું જરૂરી છે. જ્યારે મારો ટ્રેનર મને 10 પુશ અપ્સ કરવાનું કહે છે, ત્યારે હું હંમેશા 15 પુશ અપ્સ કરું છું. આનાથી મારો સ્ટેમિના વધ્યો અને મને લાગે છે કે ફિટનેસ પ્રવાસ શરૂ કરવા ઇચ્છતા દરેક વ્યક્તિએ આ પર ધ્યાન આપવું જોઈએ.