December 18, 2024

ગોધરાના વિવાદાસ્પદ NEET એક્ઝામ સેન્ટરમાં વિદ્યાર્થીઓને પડ્યા પાસ થવાના ફાંફાં

NEET UG Result: નીટ વિવાદ મામલે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ નેશનલ ટેસ્ટિંગ એજન્સી NTAએ નીટ પરીક્ષાર્થીઓના સેન્ટર અને સિટી વાઇઝ માર્કસ જાહેર કર્યા છે. ઉમેદવારો NEET UGની સત્તાવાર વેબસાઇટ https://exams.nta.ac.in/NEET/ પર જઈને માર્કસ ચેક કરી શકે છે. માર્કસ ચેક કરવા માટે વેબસાઇટના હોમન પેજ પર આપવામાં આવેલ ‘NEET (UG) RESULT 2024 CITY/CENTRE WISE’ લિન્ક પર કરવું. જાહેર કરવામાં આવેલ માર્કસ મુજબ, ગોધરાના જે વિવાદિત જય જલારામ સ્કૂલ, પરવડી ગોધરા એક્ઝામ સેન્ટર પર 181 વિદ્યાર્થીઓ NEET પરીક્ષા ક્વોલિફાય કરી છે.

વાસ્તવમાં, NEET UG પરીક્ષામાં ગેરરીતિનો સૌથી ચર્ચિત કિસ્સો ગુજરાતની ગોધરાના પરવડીમાં આવેલ જય જલારામ સ્કૂલનો છે. ગોધરા NEET પરીક્ષામાં હેરાફેરી કેસમાં કેન્દ્રીય તપાસ એજન્સી (CBI) એ શાળાના આચાર્ય પુરુષોત્તમ શર્મા અને શિક્ષક તુષાર ભટ્ટ સહિત 5 આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, ભૌતિકશાસ્ત્રના શિક્ષક તુષાર ભટ્ટને NEET-UG પરીક્ષા કેન્દ્રમાં ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ બનાવવામાં આવ્યા હતા. જે વિદ્યાર્થીઓનું સેટિંગ હતું તેઓને બને તેટલું પેપર સોલ્વ કરવાનું કહેવામાં આવ્યું હતું અને બાકીનું પેપર છોડવાનું હતું. જેને આખું ઉકેલવાની જવાબદારી શિક્ષક તુષાર ભટ્ટની હતી.

શું થયું હતું પરવાડીની જય જલારામ સ્કૂલના પરીક્ષા કેન્દ્રમાં?
ગોધરામાં છેતરપિંડીના આરોપો બાદ ગુજરાત પોલીસે તુષાર ભટ્ટ, રોય, પુરુષોત્તમ શર્મા, શિક્ષણ સલાહકાર વિભોર આનંદ અને શાળાના શિક્ષકો સાથે સંકળાયેલા મધ્યસ્થી આરીફ વોહરાના નામ સામેલ છે. રોય સિવાય CBIએ ચારેય આરોપીઓના રિમાન્ડ મેળવ્યા હતા. શિક્ષક તુષાર ભટ્ટ પેપર સોલ્વ કરવાના હતા. જે વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્ર પર સોંપવામાં આવ્યા હતા તેઓને OMR શીટમાં બને તેટલા સર્કલ ભરવાનું કહેવામાં આવ્યું હતું, બાકીનું પેપર તુષાર ભટ્ટે સોલ્વ કરવાનું હતું.

તુષારે કબૂલાત કરી હતી કે તેણે પેપર સોલ્વ કરવાના બદલામાં ઉમેદવારો પાસેથી 10-10 લાખ રૂપિયાની માંગણી કરી હતી, જ્યારે સર્ચ દરમિયાન તેની કારમાંથી 7 લાખ રૂપિયા રોકડા પણ મળી આવ્યા હતા. 5 મેના રોજ પોલીસને શિક્ષક તુષાર ભટ્ટેના મોબાઈલ ફોન પરથી 16 ઉમેદવારોના નામ, રોલ નંબર અને તેમના પરીક્ષા કેન્દ્રોની યાદી મળી હતી.

જય જલારામ શાળા પરીક્ષા કેન્દ્રનું NEETનું રિઝલ્ટ
આ વિવાદિત પરીક્ષા કેન્દ્રનો કોડ 220502 છે. NTA દ્વારા જાહેર કરાયેલા ડેટા અનુસાર, કુલ 648 ઉમેદવારોએ આ પરીક્ષા કેન્દ્ર પર 5 મેના રોજ અંડરગ્રેજ્યુએટ મેડિકલ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ એટલે કે NEET UG 2024ની પરીક્ષા આપી હતી. તેમાંથી 181* વિદ્યાર્થીઓએ NEET UG એક્ઝામ ક્વોલિફાય કરી છે. આ વર્ષે જનરલ કેટેગરીના પાસિંગ માર્કસ 164 છે.

આ પરીક્ષા કેન્દ્રમાં ટોપ સ્કોર 720માંથી 600 માર્ક્સ રહ્યો છે, માત્ર એક વિદ્યાર્થીએ સૌથી વધુ 600 માર્કસ મેળવ્યા છે. જ્યારે 7 વિદ્યાર્થીઓએ 500 કે 500થી વધુ માર્ક્સ મેળવ્યા છે. 648 આ પરીક્ષા કેન્દ્ર પર સરેરાશ ગુણ 200 આસપાસ છે. સૌથી ઓછા માર્કસ -12 છે. ત્રણ વિદ્યાર્થીઓનું પરિણામ -3, -5 અને -12 આવ્યું છે.