December 21, 2024

હાર્દિક પંડ્યા અને આ અભિનેત્રીએ એકબીજાને ઈન્સ્ટા પર કર્યા ફોલો

Hardik Pandya Natasa: નતાશા સ્ટેનકોવિક અને હાર્દિક પંડ્યા આ દિવસોમાં ચર્ચામાં છે. જોકે આઈપીએલ 2024 શરૂ થઈ ત્યારથી જ બંને સતત ચર્ચામાં આવ્યા છે. પહેલા બંને વચ્ચે મતભેદ હોવાના કારણે ચર્ચામા હતા. હવે બંને અલગ થયા તે વાતને લઈને ચર્ચામાં છે. અચાનક એક પોસ્ટ શેર કરીને બંનેના અલગ થવાની વાત તેમના ચાહકોને શેર કરી હતી. તેણે એમ પણ લખ્યું કે તેઓ હંમેશા મિત્રો તરીકે સાથે રહેશે. તેઓ તેમના પુત્રનો ઉછેર સાથે કરશે. આ સમાચારથી હાર્દિકના ચાહકોને ઝટકો લાગ્યો હતો.

હાર્દિકે આ અભિનેત્રીને કરી ફોલો
નતાશા સ્ટેનકોવિકથી છૂટાછેડા પછી, હાર્દિક પંડ્યા અને આ બોલિવૂડ અભિનેત્રીએ એકબીજાને ઇન્સ્ટા પર ફોલો કરવાનું શરૂ કર્યું છે. હવે એ ચર્ચાનો વિષય બન્યો છે. સોશિયલ મીડિયા પર ફરી ચર્ચાઓનું બજાર ગરમ થયું છે. નતાશા સ્ટેનકોવિકથી છૂટાછેડા લીધા પછી ક્રિકેટર હાર્દિક પંડ્યાએ જે અભિનેત્રીને અનુસરી તે બીજું કોઈ નહીં પરંતુ બોલિવૂડ અભિનેત્રી અનન્યા પાંડે છે. જેના કારણે બંને ફરી ચર્ચામાં આવ્યા છે. લોકો અલગ અલગ કોમેન્ટ કરી રહ્યા છે. જેમાં કોઈ કહે છે કે આ બકવાસ છે તો કોઈ કહે છે હાર્દિક છૂટાછેડાની રાહ જોઈ રહ્યો છે.

આ પણ વાંચો: સાત ભવ સાથે જીવવાનો વાયદો, ત્રણ વખત લગ્ન અને 4 વર્ષના સાંસારિક જીવનનો અંત

સંબંધોને કારણે ચર્ચામાં
આ પહેલા અનન્યા પાંડેનું નામ આદિત્ય રોય કપૂર સાથેના સંબંધોને કારણે ચર્ચામાં આવ્યું હતું. છેલ્લા ઘણા સમયથી બંને એકબીજાને ડેટ કરી રહ્યા હતા. બંને એક બીજા સાથે ઘણી વાર સાથે જોવા મળ્યા હતા. જોકે આ બંનેએ ક્યારે પણ ખુલીને પોતાના સંબધો વિશે વાત કરી ના હતી. થોડા જ દિવસ પહેલા એક વીડિયો વાયરલ થયો હતો જેમાં હાર્દિક અને અનન્યાનો ડાનસ કરતો વીડિયો સામે આવ્યો હતો.