December 15, 2024

બદલાઈ શકે છે ગુજરાત ટાઈટન્સના માલિક, ‘ગૌતમ’ આવશે ગ્રાઉન્ડ પર

Gautam Adani Ipl gujarat Titans: આગામી IPLની સીઝનમાં ગુજરાતની ટીમના માલિકમાં મોટી ફેરબદલી જોવા મળી શકે એમ છે. આ માટે અત્યારથી એંધાણ દેખાઈ રહ્યા છે. અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણીની નજર હવે ગુજરાતની ટીમ પર છે. ગુજરાત ટાઈટન્સના માલિક તરીકે તેઓ આઈપીએલના મેદાનમાં પ્રવેશી શકે એમ છે. ફ્રેન્ચાઈઝીના કંટ્રોલિંગ સ્કેટ સેલ માટે અદાણી અને ટોરેન્ટ ગ્રૂપે ખાનગી ધોરણે કામ કરતી સીવીસી કેપિટલ્સ સાથે વાતચીત કરી છે.

મોકો ગુમાવ્યો હતો.
એક અંગ્રેજી અખબારના રીપોર્ટ અનુસાર સીવીસી કંપની આઈપીએલ ફ્રેન્ચાઈઝીમાં મેજર સ્ટેકથી બચવા માટે હવે તૈયાર છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના લોક ઈન પીરિયડ ફેબ્રુઆરી 2025માં પૂર્ણ થઈ રહ્યો છે. જે નવી ટીમને પોતાની ભાગીદારી વેચતા રોકી શકે છે. ગુજરાત ટાઈટન્સ ત્રણ વર્ષ જૂની ટીમ છે. જેની વેલ્યુ એક અરબ ડૉલરથી લઈને દોઢ અરબ ડૉલર સુધી હોઈ શકે છે. સીવીસીએ વર્ષ 2021માં 5625 કરોડ રૂપિયામાં આ ટીમને ખરીદી હતી. અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણીની નજર હવે આ ટીમ પર છે. ટીમના કંટ્રોલીંગ સ્ટેક માટે અદાણી અને ટોરેન્ટ ગ્રૂપની વાતચીત ચાલું હોવાનું સુત્રોનું કહેવું છે. જો આ સોદો થયો તો અદાણી ગ્રૂપ ક્રિકેટ ક્ષેત્રે સક્રિય થશે એમાં કોઈ બેમત નથી. વર્ષ 2021માં અદાણીએ અમદાવાદની ફ્રેન્ચાઈઝી ગુમાવી હતી. ટોરેન્ટોએ પણ આ મોકો ગુમાવ્યો હતો. જે એક તક હતી.હાલ આ બંન્ને કંપની ટીમને લીને કોઈ મેજર સ્ટોક ખરીદવાના મૂડમાં છે. સીવીસી ગ્રૂપ પાસે હાલ પોતાની ભાગીદારીને લઈ વિસ્તાર કરવાનો એક મોટો ચાન્સ છે.

આ પણ વાંચો: India W VS Pakistan W મેચમાં પીચ આવી હશે, મહામુકાબલાનું કાઉન્ટડાઉન શરૂ

બ્રાંડ વેલ્યુ વધશે
આ ગ્રૂપ 5100 કરોડની બોલી લગાવવામાં સફળ રહ્યું છે.જ્યારે ટોરેન્ટે 4653 કરોડની બોલી લગાવી હતી. આઈપીએલ ટુર્નામેન્ટ ઘણા રોકાણકારોનું ધ્યાન ખેંચી રહી છે. કારણ કે, મોટા કેશફ્લો સાથે એક એસેસ્ટ તરીકે સ્થાપિત કરવું જરૂરી હોય છે. આ પહેલા અદાણી ગ્રૂપ વીમેન ક્રિકેટ લીગ અને યુએઈ બીઆરડી ઈન્ટરનેશનલ લીગમાં ટીમને સ્પોન્સર્સ કરી ચૂકી છે.ગુજરાત ટાઈટન્સના સીઈઓ અરવિંદરસિંહે કહ્યું હતું કે, આગામી મીડિયા રાઈટ્સ સાયકલમાં નફો હાંસલ થશે. મુખ્ય દસ ટીમને પણ નફો કમાવવામાં ચારથી પાંચ વર્ષ ગયા. પણ અમને એવો વિશ્વાસ છે કે, અમે નફામાં વધારો કરીશું. બ્રાંડ વેલ્યું પણ વધશે.