November 23, 2024

Microsoft Server Downને લઈને IT મંત્રી અશ્વિની વૈષ્ણવે આપ્યું નિવેદન

Microsoft Server Outages News Live: દુનિયાભરમાં માઇક્રોસોફ્ટ ચલાવવામાં વપરાશકર્તાઓને સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. Microsoft 360, Microsoft Windows, Microsoft Teams, Microsoft Azure, Microsoft Store અને Microsoft ક્લાઉડ-સંચાલિત સેવાઓમાં ઈશ્યૂ જોવા મળી રહ્યો છે. આ સાથે ફ્લાઈટ બુકિંગ , ટીવી ટેલિકાસ્ટ, બેન્કિંગ વગરેમાં સામનો કરવો પડી રહ્યો છે. આ સમસ્યા વચ્ચે અશ્વિની વૈષ્ણવે નિવેદન આપ્યું છે.

અશ્વની વૈષ્ણવે આપી માહિતી
અશ્વની વૈષ્ણવે અધિકારીઓ પાસેથી માઇક્રોસોફ્ટ મુદ્દે સંપૂર્ણ માહિતી લીધી છે. માઇક્રોસોફ્ટના અધિકારીઓ પાસેથી તમામ વિગતો લેવામાં આવી રહી છે. આ સાથે તેમણે કહ્યું કે ભારત સરકાર માઈક્રોસોફ્ટ અધિકારીઓના સંપર્કમાં છે. કહેવામાં આવી રહ્યું છે કે આ સમસ્યાને દૂર કરવા માટે ઓછામાં ઓછો 5 થી 10 કલાકનો સમય લાગી શકે છે.ભારત સરકારના NIC પર હાલમાં કોઈ અસર નથી. કારણ કે NIC ફાલ્કનની સેવાઓ લેતું નથી. મહત્વની વાત એ છે કે માઇક્રોસોફ્ટના ફાલ્કન સોફ્ટવેરનો ઉપયોગ નાગરિક ઉડ્ડયન સહિત ઘણી મહત્વપૂર્ણ સિસ્ટમ્સમાં થાય છે. માઈક્રોસોફ્ટ સર્વર ડાઉન થવાને કારણે અબજો રુપિયાનું નુકસાન થઈ રહ્યું છે.

આ પણ વાંચો: Microsoftનું સર્વર ડાઉન થતાં હડકંપ, દુનિયાભરની બેન્કિંગ અને એવિએશન સેવાઓ પર અસર

દિલ્હી એરપોર્ટ પર પણ અસર 
માઇક્રોસોફ્ટમાં ગ્લોબલ આઉટેજને કારણે દિલ્હી એરપોર્ટ પર પણ અસર થઈ છે. આઉટેજને લઈને દિલ્હી એરપોર્ટે ટ્વિટ કરીને કહ્યું છે કે વૈશ્વિક આઇટી આઉટેજને કારણે દિલ્હી એરપોર્ટ પર કેટલીક સેવાઓને ટેમ્પરરી અસર થઈ છે. અમે તમામ મુસાફરોની અસુવિધાઓ ઓછી કરવા માટે પોતાના પાર્ટનર સાથે મળીને કામ કરી રહ્યા છીએ. મુસાફરોને વિનંતી છે કે તેઓ એરલાઇન્સના સંપર્કમાં રહે.

માઈક્રોસોફ્ટ સર્વર થયું ડાઉન
માઇક્રોસોફ્ટની સેવા બંધ થઈ ગઈ છે. જેના કારણે માઈક્રોસોફ્ટ 360 અને માઈક્રોસોફ્ટ વિન્ડોઝ લેપટોપ પર તેની અસર જોવા મળી રહી છે. ખાસ સમસ્યા તો એ થઈ રહી છે કે માઈક્રોસોફ્ટ સર્વર ડાઉન હોવાને કારણે વિશ્વભરના વિન્ડોઝ લેપટોપ કામ કરી રહ્યા નથી. જેના કારણે લોકોના કામ પણ અટકી ગયા છે. યૂઝર્સ સોશિયલ મીડિયા પર આ અંગે ફરિયાદ પણ કરી રહ્યા છે. યુઝર્સનું કહેવું છે કે તેમનું લેપટોપ સાયબર એટેકનો શિકાર બન્યું છે.