December 26, 2024

ધંધાકીય હરીફાઈ બની હિંસક, ચાંદખેડામાં વેપારીને મૂઢ માર મરાયો

મિહિર સોની, અમદાવાદ: શહેરમાં ફરી એક પોલીસનો ડર ન હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. આવા જ દ્રશ્યો ચાંદખેડામાં સામે આવ્યા છે જ્યાં ધંધાકીય હરીફાઈમાં એક વેપારીને ચાર શખ્સોએ ક્રુરતાથી માર માર્યો હતો. માર મારવાનો આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ચાંદખેડા પોલીસે ગુનો નોંધી ચાર આરોપી ધરપકડ કરી લીધી છે.

પોલીસ કસ્ટડીમાં જોવા મળતા આરોપી રાજુ રબારી ,સંજય રબારી , અપ્પુ રબારી અને હર્ષદ રબારી એ ધંધાકીય હરીફાઈ માં ઈશ્વર ભાઈ ચૌધરી ને જાહેરમાં લાકડીઓથી માર માર્યો હતો. જેનો વિડ્યો સોશિયલ મીડીયામાં વાયરલ થયો હતો. ધટનાની વાત કર્યે તો ચાંદખેડા વિસત સર્કલ નજીક ફરિયાદી ઈશ્વર ચૌધરી છેલ્લા 7 વર્ષથી પાન નો ગલો ચલાવીને વેપાર કરે છે. આરોપીઓ તેમના નજીક પાન પાર્લર ઘંઘો શરૂ કરતાં બન્ને વચ્ચે ધંધાકીય હરીફાઈ ચાલતી હતી. જેની અદાવત રાખીને આરોપી રાજુ રબારી સહિત ત્રણ લોકોએ ભેગા મળી ઈશ્વર ચૌધરી ને લાકડી, દંડા ના ફટકા મારી ને હુમલો કર્યો હતો જેમાં ઈશ્વર ભાઈને આઠ ટાકા આવ્યા હતા. આ વિડ્યો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ચાંદખેડા પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.

પોલીસ તપાસમાં સામે આવ્યું કે ઈશ્વર ચૌધરી અને રાજુ રબારી પાન પાર્લર ચલાવતા હતા. આ પાન પાર્લર ના ધંધાને લઈને છેલ્લા ઘણા સમયથી કટ્ટર હરિફાઈ ચાલતી હતી આ હરીફાઈ અને ઈશ્વર ચૌધરીનો ગલ્લો બંધ કરાવવા આરોપીએ આ હુમલો કર્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. પકડાયેલા ચારે આરોપીઓ ચાંદખેડા ના ગણેશ નગર વિસ્તારના રહેવાસી છે. આરોપી એ 15 દિવસ પહેલા વેપારીને ઘંઘો બંધ કરવા ધમકી આપી હતી પણ વેપારીએ પાન પાર્લર બંધ નહીં કરતા તેની ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. પકડાયેલા ચારે આરોપીની ચાંદખેડા પોલીસે ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરી છે આરોપીઓનો કોઈ ગુનાહિત ઇતિહાસ છે કે કેમ તે મુદ્દે પણ વધુ તપાસ હાથ ધરાઈ છે.