December 25, 2024

સ્માર્ટફોન બનાવતી કંપનીઓની રેસમાં વધુ એકની એન્ટ્રી, ભાવ પર રહેશે નજર

Xiaomi, Samsung, Oppo, Vivo, OnePlus: જે બ્રાન્ડ ભારતીય બજારમાંથી બહાર હતી તે પુનરાગમન કરવા જઈ રહી છે. સસ્તું લેપટોપ અને ઈલેક્ટ્રોનિક્સ વસ્તુઓ બનાવતી કંપનીએ ફરી એકવાર સ્માર્ટફોન માર્કેટમાં પ્રવેશવાની તૈયારી કરી લીધી છે. આ કંપની સ્માર્ટફોન મેન્યુફેક્ચરિંગ કંપનીઓ Xiaomi, Samsung, Vivo, Realme, Oppo, Oneplusને પડકાર આપી શકે છે જેઓ ભારતમાં પોતાનો પગ જમાવી ચૂકી છે. આ માટે આ કંપનીએ ઈન્ડકલ સાથે 36 મિલિયન ડોલર એટલે કે લગભગ 300 કરોડ રૂપિયાનો મોટો સોદો કર્યો છે.

એસર બ્રાન્ડની ફરીથી એન્ટ્રી
Acer બ્રાન્ડના સ્માર્ટફોન ટૂંક સમયમાં ફરી ભારતીય બજારમાં પ્રવેશી શકે છે. આ બ્રાન્ડના સ્માર્ટફોન પહેલા પણ ભારતમાં આવતા હતા, પરંતુ થોડા વર્ષો પહેલા કંપનીએ ભારતમાં તેના સ્માર્ટફોનનું વેચાણ બંધ કરી દીધું હતું. જોકે, કંપનીના લેપટોપ અને સ્માર્ટ ટીવી વગેરે ભારતમાં હજુ પણ રજૂ કરવામાં આવી રહ્યા છે. એક અહેવાલ મુજબ, Acer ભારતમાં પુનરાગમન કરવા માટે Indkal Technologies સાથે ભાગીદારી કરી છે. હવે કંપની આ ભારતીય સ્ટાર્ટ-અપના લાયસન્સ સાથે સ્માર્ટફોન લોન્ચ કરવા જઈ રહી છે.

આ પણ વાંચો: ફોલ્ડેબલ ફોન બાદ હવે સોનીનો કેમેરા ધરાવતો ફોન, DSLRને ટક્કર મારે એવું રિઝલ્ટ

300 કરોડની ડીલ
આ માટે IndKalએ ગયા મહિને 36 મિલિયન ડોલર એટલે કે અંદાજે 300 કરોડ રૂપિયાની ડીલ પર હસ્તાક્ષર કર્યા છે. Indkal ભારતમાં તાઇવાન બ્રાન્ડના ફોનનું ઉત્પાદન અને વિતરણ કરશે. કંપની ભારતમાં મિડ અને પ્રીમિયમ સેગમેન્ટના ફોન લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. આ બ્રાન્ડના સ્માર્ટફોનની કિંમત 15 હજારથી 50 હજાર રૂપિયાની રેન્જમાં આવી શકે છે. દર વર્ષે 1 મિલિયન યુનિટ ફોન બનાવવામાં આવશે. Acer સૌથી પહેલા ભારતીય માર્કેટમાં મિડ પ્રાઇસ રેન્જમાં સ્માર્ટફોન લોન્ચ કરશે.

ભાવ રહેશે નજર
આ પછી કંપની પ્રીમિયમ અને અપર મિડ પ્રાઇસ રેન્જમાં સ્માર્ટફોન લોન્ચ કરશે. એસર સ્માર્ટફોન ભારતમાં મેક ઇન ઇન્ડિયા પહેલ હેઠળ બનાવવામાં આવશે. કંપનીના ફોનમાં એડવાન્સ સોફ્ટવેર ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. Indkal ભારતમાં દર વર્ષે 10 લાખ એટલે કે 10 લાખ યુનિટ સ્માર્ટફોનનું ઉત્પાદન કરવા જઈ રહી છે. આ ફોન માર્કેટમાં આવતા અન્ય કંપનીઓને સારી એવી હરીફાઈ મળી રહેશે. જોવાનું એ રહેશે કે, ભાવ વધારા સાથે માર્કેટમાં આવે છે કે, કોઈ ડિસ્કાઉન્ટ સાથે