January 17, 2025

IND-A vs AUS-A: ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમની જાહેરાત, આ ખેલાડીને કેપ્ટન

IND-A vs AUS-A: ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ભારત-એ મહિલા ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. વિમેન્સ પ્રીમિયર લીગમાં સારૂ પ્રદર્શન કરનાર ખેલાડીઓને તક આપવામાં આવી છે. આ પ્રવાસ માટે 18 ભારતીય ખેલાડીઓને પસંદ કરવામાં આવ્યા છે. ભારત A મહિલા ટીમ ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ત્રણ T20, ત્રણ ODI અને એક ચાર દિવસીય મેચ રમશે. ઈન્ડિયા Aની કેપ્ટનશીપ મિન્નુ મણીને તો શ્વેતા સેહરાવતને વાઇસ કેપ્ટનની જવાબદારી સોંપવામાં આવી છે.

શરૂ થશે
ભારત A મહિલા ટીમ 7 ઓગસ્ટથી તેના પ્રવાસની શરૂઆત કરશે. ત્રણેય T20 મેચ એલન બોર્ડર ફિલ્ડ, બ્રિસ્બેન ખાતે રમાવાની છે. વનડે શ્રેણીની મેચો 14 ઓગસ્ટથી શરૂ થશે અને 22મી ઓગસ્ટથી ગોલ્ડ કોસ્ટમાં ચાર દિવસીય મેચ રમાશે.

ભારત A મહિલા ટીમના ઓસ્ટ્રેલિયા પ્રવાસનું શેડ્યૂલ
T20 શ્રેણી

પ્રથમ T20 મેચ- 7 ઓગસ્ટ
બીજી T20 મેચ- 9 ઓગસ્ટ
ત્રીજી T20 મેચ- 11 ઓગસ્ટ

ODI શ્રેણી
પ્રથમ ODI મેચ – 14 ઓગસ્ટ
બીજી ODI મેચ – 16 ઓગસ્ટ
ત્રીજી ODI મેચ – 18 ઓગસ્ટ

ચાર દિવસીય મેચ 22 ઓગસ્ટે રમાશે.

આ પણ વાંચો: પાકિસ્તાનને ધૂળ ચટાડી યુવરાજ સિંહની સેના WCLની વિજેતા બની

ભારત A મહિલા ટીમ
પ્રિયા પુનિયા, શુભા સતીશ, તેજલ હસબનીસ, કિરણ નવગીરે, સજના સજીવન, મિન્નુ મણિ (કેપ્ટન), શ્વેતા સેહરાવત (વાઈસ-કેપ્ટન), ઉમા છેત્રી (વિકેટકીપર), શિપ્રા ગિરી (વિકેટકીપર), રાઘવી બિષ્ટ, સાયકા ઈશાક, મન્નત કશ્યપ તનુજા કંવર, પ્રિયા મિશ્રા, મેઘના સિંહ, સયાલી સતઘરે, શબનમ શકીલ, એસ યશશ્રી.