September 21, 2024

અમેરિકામાં નેતાઓ પર હુમલાની યાદી છે ઘણી લાંબી, આટલા રાષ્ટ્રપતિ પર થયા હુમલા

Donald Trump: પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર શનિવારે અમેરિકાના પેન્સિલવેનિયામાં હુમલો થયો હતો. રેલી દરમિયાન થયેલા ફાયરિંગમાં એવું સામે આવ્યું છે કે ડોનાલ્ડ ટ્રમ્પને કાન પાસે ગોળી વાગી હતી. પરંતુ સારી વાત તો એ હતી કે તેમનો જીવ બચી ગયો અને તેઓ માત્ર ઘાયલ થયા હતા. હાલ ડોનાલ્ડ ટ્રમ્પની સારવાર ચાલી રહી છે. પરંતુ શુ તમને ખબર છે કે આવું પહેલી વાર થયું નથી. અમેરિકાના ઈતિહાસમાં પ્રમુખો, ભૂતપૂર્વ પ્રમુખો અને પ્રમુખપદના ઉમેદવારો પર હુમલાનો લાંબો ઈતિહાસ છે. જેમાં જ્હોન એફ કેનેડીથી લઈને બરાક ઓબામા સુધીના નામ સામેલ છે.

મોતને ભેટ્યા હતા
એક માહિતી પ્રમાણે અમેરિકામાં ચાર રાષ્ટ્રપતિ એવા છે જેમની ઓફિસમાં હતા ત્યારે હત્યા કરવામાં આવી હતી. અમેરિકાના 16મા રાષ્ટ્રપતિ હતા તેમની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. અબ્રાહમ લિંકનની 14 એપ્રિલ, 1865ના રોજ જોન વિલ્કસ બૂથ નામના વ્યક્તિએ હત્યા કરી હતી. યુનાઇટેડ સ્ટેટ્સના 20મા રાષ્ટ્રપતિ પર સત્તા સંભાળ્યાના 6 મહિના બાદ હત્યા કરાઈ હતી. અમેરિકાના 25મા પ્રમુખ વિલિયમ મેકકિન્લીને 6 સપ્ટેમ્બર, 1901ના રોજ ન્યૂયોર્કમાં ગોળી ચલાવવામાં આવી હતી. છેલ્લે સુધી ડોકટરોને આશા હતી કે મેકકિન્લી સ્વસ્થ થઈ જશે. પરંતુ તેઓ પણ આખરે સારવાર બાદ પણ મોતને ભેટ્યા હતા. યુનાઇટેડ સ્ટેટ્સના 35મા પ્રમુખ જ્હોન એફ. કેનેડીને નવેમ્બર 1963માં ગોળી મારી દેવામાં આવી હતી. તેમના મોતના પાછળ કોનો હાથ હતો તે આજ દિન સુધી ખબર પડી નથી.

આ પણ વાંચો: અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર જીવલેણ હુમલો, શૂટરનું ઘટનાસ્થળે જ મોત

બચી ગયા
એવા પણ અમેરિકન રાષ્ટ્રપતિ છે જેમને મારી નાખવાની તમામ તૈયારીઓ કરવામાં આવી હતી. પરંતુ તેઓ બચી ગયા હતા. તેમાં 32મું મહત્ત્વનું નામ પ્રમુખ ફ્રેન્કલિન રૂઝવેલ્ટનું છે. તેમને ગોળી મારવામાં આવી હતી. પરંતુ તેઓ બચી દયા હતા. 33મા રાષ્ટ્રપતિ હેરી એસ. ટ્રુમેન પર બે બંદૂકધારીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. ગોળીબારમાં વ્હાઇટ હાઉસના એક પોલીસકર્મીનું મોત થયું હતું. . જ્યોર્જ ડબ્લ્યુ. બુશ 2005 માં જ્યોર્જિયન રાષ્ટ્રપતિ મિખિલ સાકાશવિલી સાથે તિબિલિસીમાં એક રેલીમાં ભાગ લઈ રહ્યા હતા. વર્ષ 2011 માં, એક વ્યક્તિ પર તત્કાલિન રાષ્ટ્રપતિ ઓબામાની હત્યા કરવાનો પ્રયાસ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. કારણ કે સત્તાવાળાઓએ કહ્યું હતું કે તેણે વ્હાઇટ હાઉસમાં ગોળીબાર કર્યો હતો.