December 24, 2024

આજની સ્થિતિમાં જો UPમાં ચૂંટણી થાય તો BJPની સરકાર નહીં બને: BJP MLA

BJP MLA Ramesh Chandra Mishra Video: 2024ની લોકસભા ચૂંટણીમાં યુપીમાં ભાજપને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે રાજ્યમાં ભાજપની સરકાર છે. યુપીમાં લોકસભાની 80 બેઠકોમાંથી ભાજપને માત્ર 33 બેઠકો મળી છે. જ્યારે એનડીએને 36 બેઠકો મળી હતી. જ્યારે INDIA ગઠબંધનને 43 બેઠકો અને સપાને 37 બેઠકો મળી હતી. આવી સ્થિતિમાં ભાજપમાં બળવાના અવાજો તેજ થયા છે. ભાજપના ધારાસભ્ય રમેશચંદ્ર મિશ્રાએ વીડિયો જાહેર કરીને કહ્યું કે આજની સ્થિતિમાં જો રાજ્યમાં ચૂંટણી થશે તો ભાજપની સરકાર નહીં બને. જો કેન્દ્રીય નેતૃત્વ હસ્તક્ષેપ કરે અને મોટા નિર્ણયો લે તો સરકાર બની શકે છે.

ઉલ્લેખનયી છે કે, યુપીમાં ભાજપની હારને કારણે પાર્ટી કેન્દ્રમાં પોતાના દમ પર સરકાર બનાવી શકી નથી. નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા છે પરંતુ તેમના સહયોગીઓના બળ પર. આવી સ્થિતિમાં, ગત બે વખત પૂર્ણ બહુમતી મેળવનાર પાર્ટી આ વખતે 240 બેઠકો પર ઘટી ગઈ છે. યુપીમાં ભાજપની હારનું કારણ શું છે હવે તેના સાથી પક્ષોની પણ નજર લાગી ગઈ છે. મળતી માહિતી મુજબ, સુભાષપાના ચીફ ઓપી રાજભર પહેલા જ કહી ચુક્યા છે કે રાજ્યમાં સીએમ યોગી અને પીએમ મોદીનો પ્રભાવ ખતમ થઈ ગયો છે. નિષાદના વડા સંજય નિષાદ પેટાચૂંટણીમાં ભાજપ તરફથી 10માંથી 2 બેઠકો પર ચૂંટણી લડવાની વાત કરી રહ્યા છે. અપના દળની અનુપ્રિયા પટેલે પણ સીએમ યોગીને ઓબીસી અનામતને લઈને ફટકાર લગાવી છે.

કેન્દ્રીય નેતૃત્વએ મોટા પગલા ભરવા જોઈએ
આવી સ્થિતિમાં હવે ભાજપના ધારાસભ્ય રમેશચંદ્ર મિશ્રાએ દાવો કર્યો છે કે પાર્ટી રાજ્યમાં સરકાર નહીં બનાવે, તેનાથી ભાજપમાં ખળભળાટ મચી ગયો છે. રમેશચંદ્ર મિશ્રાએ કહ્યું કે દરેક ધારાસભ્યએ ચૂંટણી પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. પાર્ટીના કાર્યકરોએ ચૂંટણીમાં દિલથી ભાગ લેવો પડશે, તો જ રાજ્યમાં પાર્ટીની સરકારનું પુનરાવર્તન થઈ શકશે. તેમણે કહ્યું કે હું કેન્દ્રીય નેતૃત્વને રાજ્યમાં સંગઠન સ્તરે મોટા નિર્ણયો લેવા વિનંતી કરું છું જેથી કરીને પાર્ટી 2027માં યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં રાજ્યમાં સરકાર બનાવી શકે.