December 26, 2024

આ પાંચ ટિપ્સને ધ્યાનમાં રાખશો તો તમારું AC ચોમાસામાં પણ રહેશે ‘ઠંડા-ઠંડા કૂલ-કૂલ’

AC Tips for Monsoon: ઉનાળો પૂરો થઇ ગયો છે અને ચોમાસાની શરૂઆત થઇ ગઇ છે. ચોમાસાના પહેલા વરસાદ પછી તુરંત જ બફારો શરૂ થઇ જાય છે. આપણે એમ વિચારીએ કે ઉનાળો ગયો એટલે હવે ACનો વપરાશ બંધ થઇ જશે પણ બફારો એટલો બધો હોય છે કે તમે એસી વગર રહી જ ના શકો. તો અમે તમને જણાવીએ એસી બાબતે કઇ કઇ કાળજી રાખવી.

યોગ્ય ટેમ્પરેચર જાળવો
આપણા દેશમાં જૂન-જુલાઇમાં ઉનાળા અને ચોમાસાનો માહોલ જામતો હોય છે. જો પહેલો વરસાદ પડી જાય અને બીજું ઝાપટું આવવામાં વિલંબ થાય તો અસહ્ય ઉકળાટનો અનુભવ થાય છે. આ સ્થિતિમાં ટેમ્પરેચર ઉનાળા જેટલું ઉંચું નહીં હોય પરંતુ વાતાવરણમાં ભેજ અને બાફ પુષ્કળ હશે. તો ચોમાસાની શરૂઆતમાં ભેજ અને બફારામાંથી રાહત મેળવવા માટે તમારે એસીનું ટેમ્પરેચર જાળવવું અત્યંત જરૂરી છે. ચોમાસા માટે તમારા એસીનું ideal temperature એટલે કે આદર્શ ટેમ્પરેચર 24થી 26 ડીગ્રી છે. આ ટેમ્પરેચરમાં તમને ગરમી પણ નહીં લાગે અને બફારામાંથી રાહત મળશે.

આ પણ વાંચો: કબજિયાતની સમસ્યા રહેતી હોય તો દૂધ પીવું જોઈએ કે નહીં?

યોગ્ય મોડ રાખો
હવે ચોમાસામાં વાતાવરણમાં ભેજ હોય છે. માટે આ વાતાવરણમાં એસી નોર્મલ મોડ પર જ ચલાવવું યોગ્ય નથી. ચોમાસાના ભેજવાળા સમયમાં તમારે એસીને Dry modeમાં યુઝ કરવું જોઇએ. આ ઉપરાંત રૂમની પરિસ્થિતિને આધારે તમે Cool, Heat, અને Fan ફીચરનો યોગ્ય રીતે ઉપયોગ કરીને સારી રીતે ઠંડક મેળવી શકો છો.

ફેનનો ઉપયોગ કરો
રૂમને સારી રીતે ઠંડો કરવા માટે માત્ર એસીના ફેન પર આધાર ના રાખો. એસીની ઠંડક રૂમના દરેક ખૂણામાં સરસ રીતે પહોંચે તે માટે એસીની સાથે સાથે સિલીંગ ફેનનો પણ ઉપયોગ કરો, જેથી કરીને ઠંડી હવા આખા રૂમમાં સારી રીતે ફેલાઇ શકે.

ફિલ્ટર સાફ રાખો
એસી વપરાશનો એક નિયમતો ફિક્સ છે. ચોમાસું હોય કે ઉનાળુ તેના ફિલ્ટર્સનું નિયમિત રીતે cleansing કરતા રહો. તમારે મહિનામાં ઓછામાં ઓછી બે વખત ફિલ્ટરને સાફ કરવું જોઇએ. તેનાથી તમારા એસીનું પર્ફોર્મન્સ સુધરશે અને વીજ વપરાશ પણ ઘટશે.

નિયમિત મેન્ટેનન્સ
ઘર હોય, ગાડી હોય કે એસી, મેન્ટેનન્સ તો જરૂરી જ છે. તમે સુનિશ્ચિત કરો કે એસી સિસ્ટમમાં ધૂળ અને કચરો ભેગો ના થાય. એસી પર ચોમાસામાં બહારથી કોઇ પાણી ના પડે. ચોમાસામાં વરસાદનું પાણી એસી સિસ્ટમ પર પડતું હોય તો સિસ્ટમને નુકસાન ના થાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે.