December 23, 2024

ગૌતમની હેડકોચ બનવા પાછળની ‘ગંભીર’ સ્ટોરી, KKR ફેક્ટર તો અર્ધસત્ય

Indian Team Head Coach: ગૌતમ ગંભીરને નવી જવાબદારી સોંપવામાં આવી છે. ગૌતમ ગંભીર ટીમ ઈન્ડિયાનો મુખ્ય કોચ બની ગયો છે. KKR તેની મેન્ટરશિપ હેઠળ IPL ચેમ્પિયન બનવું તેના માટે એક્સ ફેક્ટર સાબિત થયું છે. KKR તેની મેન્ટરશિપ હેઠળ IPL ચેમ્પિયન બનવું તેના માટે એક્સ ફેક્ટર સાબિત થયું છે? આવો જાણીએ તેની પાછળ સમગ્ર વાત.

ચેમ્પિયન બનાવવામાં મહત્વની ભૂમિકા
કોલકાતા નાઈટ રાઈડર્સે 2024માં ટાઈટલ જીતીને ભૂતપૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરને ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ બનાવી દેવામાં આવ્યા છે. ટાઈટલ મેચમાં જીત બાદ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના સેક્રેટરી જય શાહ અને તત્કાલીન KKR મેન્ટર ગૌતમ ગંભીર ઉજવણી દરમિયાન લાંબી વાતચીત કરતા જોવા મળ્યા હતા. આ સમાચારની લગભગ પુષ્ટિ થઈ ગઈ હતી. મહત્વની વાત એ છે કે ભારતીય ક્રિકેટના ઈતિહાસમાં સૌથી યુવા મુખ્ય કોચ બનેલા ગૌતમ ગંભીરને કોઈપણ કોચિંગ અનુભવ વિના આ જવાબદારી મળી છે.

આ પણ વાંચો: Gautam Gambhirને વધુ એક ફટકો, BCCIએ ફિલ્ડિંગ કોચ માટે જોન્ટી રોડ્સનું નામ ફગાવ્યું

ઘણા સમય પહેલાથી ચાલી રહી
ગંભીરને ભારતના મુખ્ય કોચ બનવાની ચર્ચા ઘણા સમયથી ચાલી રહી છે. 42 વર્ષની ઉંમરે ગંભીર ભારતના સૌથી યુવા મુખ્ય કોચ બની ગયા છે. તેણે 5 વર્ષ પહેલા નિવૃત્તિ લીધી હતી. 2025ની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પછી રોહિતના ભવિષ્ય વિશે કહેવું મુશ્કેલ છે. BCCIએ ગંભીરને રિપ્લેસમેન્ટ તરીકે લાવવો પડ્યો છે.