December 23, 2024

Gautam Gambhirને વધુ એક ફટકો, BCCIએ ફિલ્ડિંગ કોચ માટે જોન્ટી રોડ્સનું નામ ફગાવ્યું

Gautam Gambhir: બીસીસીઆઈએ ફિલ્ડિંગ કોચ તરીકે જોન્ટી રોડ્સની પસંદગીને પણ નકારી કાઢી છે. બીસીસીઆઈ દ્વારા ગૌતમ ગંભીરને ભારતના નવા મુખ્ય કોચ તરીકે નિયુક્ત કર્યા બાદ હવે તમામ ધ્યાન સપોર્ટ સ્ટાફ પર જોવા મળી રહ્યું છે. હવે મહત્વનો સવાલ એ થઈ રહ્યો છે કે આવતા 5 વર્ષ સુધી ગંભીરના બેટિંગ, ફિલ્ડિંગ અને બોલિંગ કોચ કોણ હશે.

પ્રથમ પસંદગીને બોર્ડે
બોલિંગ કોચ અને ફિલ્ડિંગ કોચ તરીકે ભૂતપૂર્વ ભારતીય ઓપનરની પ્રથમ પસંદગીને બોર્ડે ફગાવી દીધી છે. ગંભીરે ભૂતપૂર્વ ભારતીય ફાસ્ટ બોલર આર વિનય કુમારને બોલિંગ કોચ તરીકે નિયુક્ત કરવામાં રસ દાખવ્યો હતો. બોર્ડે ફિલ્ડિંગ કોચ તરીકે જોન્ટી રોડ્સની પસંદગીને પણ નકારી કાઢવામાં આવી છે. રોડ્સની વાત કરવામાં આવે તો તેની ગણતરી આજે પણ વિશ્વના શ્રેષ્ઠ ફિલ્ડરોમાં થાય છે.

આ પણ વાંચો: BCCIએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ ઈન્ડિયા પાકિસ્તાન નહીં જાય

કાર્યકાળ દરમિયાન રહ્યા
એક માહિતી પ્રમાણે રોડ્સના નામ પર ચર્ચા થઈ રહી હતી. પરંતુ બોર્ડે માત્ર ભારતીય સપોર્ટ સ્ટાફને જ રાખવાનો નિર્ણય કર્યો છે. જેને ધ્યાનમાં રાખીને ટી દિલીપ માટે ફરી દરવાજા ખુલી ગયા છે. તેમના કાર્યકાળ દરમિયાન ભારતીય ટીમ સાથે પ્રશંસનીય કામ કર્યું છે. રાઠોડ 2019 ODI વર્લ્ડ કપ પછી સંજય બાંગરની જગ્યાએ રવિ શાસ્ત્રીની કોચિંગ ટીમમાં જોડાયા અને દ્રવિડના કાર્યકાળ દરમિયાન રહ્યા હતા.