December 23, 2024

ડૉક્ટર બનવું મોંઘું કેમ?

Prime 9 With Jigar: ગુજરાતમાં રાજ્ય સરકાર દ્વારા બનાવાયેલી Gujarat Medical Education and Research Society એટલે કે GMERS સંચાલિત મેડિકલ કોલેજોમાં ફી વધારાનો મુદ્દો ગાજ્યો છે.  GMERS દ્વારા શૈક્ષણિક વર્ષ-2024-25થી લાગુ કરાયેલા ફી વધારો કરાયો છે.
ડૉક્ટર બનવું થયું મોંઘું
  • સ્ટેટ ક્વૉટામાં 67%
  • મેનેજમેન્ટ ક્વોટામાં 88% જેટલો ફી વધારો
  • સરકારી ક્વોટામાં વિદ્યાર્થીની ફી વધી
  • 2.20 લાખથી વધારીને 5.50 લાખ રૂપિયા કરી દેવાઈ
  • મેનેજમેન્ટ ક્વૉટાની ફી 9.07 લાખ રૂપિયા
  • ફી વધારીને 17 લાખ રૂપિયા કરવામાં આવી
  • NRI ક્વોટાની ફી વાર્ષિક 22 હજાર અમેરિકન ડૉલર
  • વધારીને 25 હજાર યુએસ ડૉલર કરવામાં આવી
  • NRI ક્વોટાની 315 બેઠકો
NRI ક્વોટામાં જે બેઠકો ખાલી રહે છે તે મેનેજમેન્ટ ક્વોટામાં ફેરવી દેવાશે તેથી આ બેઠકો માટે વાર્ષિક 17 લાખ રૂપિયા ફી લઈને પ્રવેશ આપવામાં આવશે. Gujarat Medical Education and Research Society દ્વારા ગુજરાતમાં 13 મેડિકલ કોલેજોનું સંચાલન થાય છે. આ કોલેજોમાં અમદાવાદની સોલા મેડિકલ કૉલેજ ઉપરાંત, વડોદરાની ગોત્રી, ગાંધીનગર,  પાટણની ધારપુર , હિંમતનગર, જૂનાગઢ, વલસાડ, નવસારી, રાજપીપળા અને ગોધરા મેડિકલ કોલેજનો સમાવેશ થાય છે.  આ 13 GMERS કોલેજ સરકારી કોલેજો જ છે પણ તેમની ફી ખાનગી કોલેજોની જેમ લેવાય છે.
ફીમાં અસહ્ય વધારો 
  • GMERS હસ્તકની 13 મેડિકલ કોલેજો.
  • 75% બેઠકો સરકારી ક્વોટાની.
  • સરકારી ક્વોટાની 1500 બેઠકો.
  • વર્ષની 5.50 લાખ રૂપિયા ફી.
  • સરકારે વિદ્યાર્થીદીઠ 3.30 લાખ રૂપિયાનો વધારો કર્યો.
  • લગભગ 50 કરોડ રૂપિયાનો બોજો વિદ્યાર્થીઓ પર વધશે.
  • 2023માં GMERS સંચાલિત મેડિકલ કોલેજોની ફીમાં વધારાની જાહેરાત.
  • વિરોધ પછી ફી વધારો રદ કરી દેવામાં આવ્યો.
  • શૈક્ષણિક વર્ષ 2024-25થી ફી વધારો લાગુ થશે.
  • જેની અસર લગભગ 2100 વિદ્યાર્થીઓને થશે.
આ ફી વધારાના કારણે વિદ્યાર્થીઓમાં વિરોધ છે કેમ કે ગુજરાત સરકારના નવા ફી માળખા પછી સામાન્ય પરિવારના વિદ્યાર્થી માટે તો મેડિકલ શિક્ષણ શક્ય જ ના બને એવી હાલત થઈ ગઈ છે. આ નવી ફી MBBS અભ્યાસક્રમ માટેની છે. MBBS કર્યા પછી સરકારી હોસ્પિટલમાં નોકરી કરવા સિવાય કોઈ કારકિર્દી નથી તેથી મેડિકલમાં કારકિર્દી બનાવવી હોય તો MBBS પછી સ્પેશ્યલાઇઝ્ડ કોર્સ કરવો પડે. મતલબ કે, MS કે MD કરવું પડે. સ્પેશિયલાઈઝેશન માટે પોસ્ટ ગ્રેજ્યુએશન કરવું પડે કે જેમાં એડમિશન માટે જોરદાર કોમ્પીટિશન હોય છે. પોસ્ટ ગ્રેજ્યુએશનમાં સરકારી કોલેજમાં એડમિશન મળે પછી MBBS કરનારને સરકાર સ્ટાઈપેન્ડ આપતી હોય છે પણ ખાનગી કોલેજમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કરો તો પાછી તોતિંગ ભરવી જ પડે. ભારતમાં સરકારી મેડિકલ કોલેજોમાં પોસ્ટ ગ્રેજ્યુએશનની બેઠકો ઓછી હોય છે તેથી મોટા ભાગના વિદ્યાર્થીઓએ ખાનગી મેડિકલ કોલેજોમાં જ એડમિશન લેવું પડે છે. આ ખર્ચ પણ બહુ ઉંચો હોય છે.
PG પછી શું ? 
  • PG પછી મેડિકલ સ્ટુડન્ટની તકલીફ ઓછી નથી.
  • પોસ્ટ ગ્રેજ્યુએશનનાં બે વર્ષ પછી શું કરવું ?
  • પહેલો વિકલ્પ: ક્લિનિક કે હૉસ્પિટલ ખોલીને પ્રેક્ટિસ કરવી.
  • બીજો વિકલ્પ: કોર્પોરેટ હૉસ્પિટલમાં કે સરકારી હૉસ્પિટલમાં નોકરી.
  • કોર્પોરેટ કે સરકારી હૉસ્પિટલમાં નોકરીમાં એટલો પગાર નથી.
  • બીજી તરફ હૉસ્પિટલ કે ક્લિનિક ખોલવામાં તોતિંગ ખર્ચ થાય.
  • જે સામાન્ય માણસને પરવડે તેવો હોતો નથી.
  • મેડિકલ એજ્યુકેશન ધનિક વર્ગનાં છોકરાંને જ પરવડે.
સામાન્ય પરિવારનો દીકરો કે દીકરી ધોરણ 12 સુધી ભણે એ પછી MBBSનાં પાંચ વર્ષ પૂરાં કરે, એક વર્ષ ઈન્ટર્નશિપ કરે એટલે ડૉક્ટર બનવા સુધીનાં સાત વર્ષ નીકળી જાય. સરકારી મેડિકલ કોલેજમાં એડમિશન મળ્યુ હોય તો ખર્ચ ઓછો થાય.
ઊંચી ફીનો શું ઇલાજ ?
  • ખાનગી કોલેજમાં એડમિશન મળે તો ઓછામાં ઓછો 50 લાખનો ખર્ચ
  • ખર્ચ કરીને MBBS કર્યા પછી સરકારી હૉસ્પિટલ કે ગામડામાં ફરજ
  • 90 હજાર રૂપિયાની આસપાસ પગાર
  • ગુજરાતમાં અત્યારે ડૉક્ટરની ભરતી કોન્ટ્રાક્ટ પર
  • લોન લઈને ભણનારા ગરીબ પરિવારનાં સંતાનનો EMI પણ ના નીકળે
  • પોસ્ટ ગ્રેજ્યુએશન કરવા જાય એટલે બીજાં બે વર્ષ જાય
  • પોસ્ટ ગ્રેજ્યુએશન દરમિયાન રેસિડન્ટ ડૉક્ટર તરીકે ફરજ બજાવાની
  • પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યા પછી કોર્પોરેટ હૉસ્પિટલમાં નોકરીનો વિકલ્પ
  • શરૂઆતમાં દોઢથી બે લાખ રૂપિયા પગાર મળે
  • 20 વર્ષ ભણ્યા પછી આટલો પગાર મળે એ પૂરતો ના જણાય
  • ક્લિનિક ખોલાય તો ઓછામાં ઓછા કરોડ રૂપિયા જોઈએ
  • જનરલ પ્રેક્ટિશનર તરીકે કામ કરી શકાય પણ તેમાં બહું કમાણી નથી
હૉસ્પિટલ ખોલો તો કરોડોમાં ખર્ચ થાય….જે માત્ર ધનિકોને પરવડે….જેમનાં માતા-પિતા પહેલાંથી ડોક્ટર હોય આ સ્થિતિ અંગે નેશનલ મેડિકોસ ઓર્ગેનાઈઝેશન એટલે કે NMOએ પણ ચિંતા વ્યક્ત કરી છે. NMOનું કહેવું છે કે, ગુજરાત સરકાર સંચાલિત ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી ફી વધાર્યા કરે છે જ્યારે રાજ્યમાં અનુસ્નાતક એટલે કે PG મેડિકલ વિદ્યાર્થીઓને અપાતા સ્ટાઈપેન્ડમાં કોઈ વધારો કરાતો નથી. સમગ્ર ભારતમાં પીજી મેડિકલ વિદ્યાર્થીઓને ગુજરાત સૌથી ઓછું સ્ટાઈપેન્ડ એટલે કે 90000 રૂપિયા પ્રતિ માસ ઑફર કરે છે.
NMOએ વ્યક્ત કરી ચિંતા 
  • NMOએ તો ભૂતકાળની સ્થિતિ સાથે હાલની સ્થિતિ સરખાવી
  • પહેલાં નજીવી ફીનું માળખું મેરિટ પર આધારિત હતું
  • અત્યારે બેફામ ફી વધારો
  • ગરીબ વિદ્યાર્થીઓની હાલત ખરાબ થઈ ગઈ
NMOની આ વાત સાચી છે.  ભારતમાં  શિક્ષણ મોટો બિઝનેસ બની ગયો છે પણ મેડિકલ માત્ર બિઝનેસ નથી પણ સેવાનું ક્ષેત્ર પણ છે. મેડિકલ માનવજીવન સાથે સંકળાયેલું ક્ષેત્ર હોવાથી તેને સસ્તું રાખવું જોઈએ. એના બદલે દેશમાં મેડિકલ એજ્યુકેશન એટલે કે તબીબી શિક્ષણ પાછળ થતો અસહ્ય ખર્ચનો બોજ સામાન્ય પરિવારનાં માતા-પિતા ઉઠાવી શકતા નથી. મેડિકલ એજ્યુકેશનને સસ્તું બનાવવાની જરૂર છે પણ તેના બદલે ઉલટું થઈ રહ્યું છે.
મેડિકલ એજ્યુકેશનને સસ્તું બનાવવા માટે નેશનલ મેડિકલ કમિશને થોડાં વર્ષો પહેલાં જાહેરાત કરી હતી કે, હવેથી ખાનગી મેડિકલ કોલેજોમાં પચાસ ટકા બેઠકો એવી હશે કે જ્યાં રાજ્યની સરકારી મેડિકલ કોલેજ દ્વારા લેવામાં આવશે તેટલી જ ફી વિદ્યાર્થીઓ પાસેથી લેવામાં આવશે. આ નિર્ણય સારો હતો પણ તેની અસર એ થઈ કે ખાનગી મેડિકલ કોલેજોએ ફી વધારી દીધી. ખાનગી અને ડીમ્ડ યુનિવર્સિટીઓમાં પચાસ ટકા બેઠકો પર જે તે રાજ્યની સરકારી મેડિકલ કોલેજ દ્વારા લેવાતી ફી લેવા માંડી તેના કારણે થયેલું નુકસાન આ રીતે સરભર કરી દીધું છે. અત્યારે જીએમઈઆરએસ દ્વારા કરાયેલો વધારો તેનું જ પરિણામ છે. ગુજરાતી વિદ્યાર્થીઓની તો કમનસીબી એ છે કે, જીએમઈઆરએસ દ્વારા સંચાલિત મેડિકલ કોલેજોને ખાનગી કોલેજોના નિયમ લાગુ પડે છે.
NMOએ વ્યક્ત કરી ચિંતા 
  • GMERS દ્વારા સંચાલિત મેડિકલ કોલેજો સરકારે બનાવી
  • લોકોએ ભરેલાં ટેક્સનાં નાણાંથી આ મેડિકલ કોલેજો બની
  • આમ છતાં રાજ્યના ગરીબ પરિવારના તેજસ્વી વિદ્યાર્થીઓને એ ના પરવડે
  • કોલેજોમાં ઓછા ખર્ચે ભણવા ના મળે એ કમનસીબી
  • સરકારે તેજસ્વી વિદ્યાર્થીઓને સસ્તું શિક્ષણ આપવું જોઈએ
  • એના બદલે ધંધો કરે એ સારું નથી જ
  • ભારતમાં મેડિકલ એજ્યુકેશન મોંઘું થઈ રહ્યું
  • જેના કારણે સરકારને કોઈ ફાયદો નથી
  • ઉલટાનું સરકારને બેવડો માર
પહેલો માર એ કે, મેડિકલ કોલેજોમાં ભણેલા વિદ્યાર્થીઓ પોતે કરેલો ખર્ચ વસૂલવા માટે ખાનગી કે કોર્પોરેટ હોસ્પિટલમાં જતા રહે છે તેથી સરકારને પૂરતા પ્રમાણમાં સરકારી હોસ્પિટલો માટે ડૉક્ટરો મળતા નથી. બીજો માર એ કે, ગ્રેજ્યુએશન લેવલે જ વિદ્યાર્થીઓ વિદેશ ભણવા જતા રહે છે.
ગુજરાતમાં પાંચ વર્ષમાં ભણવામાં જેટલી ફી આપવી પડે તેટલી ફીમાં મેડિકલ કોલેજની ટ્યુશન ફીની સાથે રહેવા-જમવાનો ખર્ચ પણ આવી જાય એવા દેશોમાં વિદ્યાર્થીઓ એમબીબીએસ કરવા જાય છે.
વિદ્યાર્થીઓનું વિદેશગમન
  • વિદ્યાર્થીઓ કિર્ગિસ્તાન, કઝાકિસ્તાન કે રશિયામાં જાય
  • પહેલાં યુક્રેન પણ મોટા પ્રમાણમાં જતા
  • યુક્રેનમાં ભારતીયોને સરળતાથી એડમિશન મળતું હતું
  • યુક્રેનમાંથી મેળવેલી MBBS ડિગ્રી હજુય ભારતમાં માન્ય
  • યુક્રેનમાં MBBS કોર્સનો સમયગાળો 6 વર્ષનો
  • આવશ્યક લાયકાત ભારતમાં 12 ધોરણ પાસ
  • NEET સ્કોરકાર્ડમાં PCBમાં 50  ગુણ
  • કોર્સ ફીની ફી 3500થી 5000 યુએસ ડૉલર
  • ભારતીય ચલણમાં ગણો તો 4 લાખ રૂપિયા
  • અભ્યાસનું માધ્યમ અંગ્રેજી હતું
  • એથી ભારતીય વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં યુક્રેન જતા
રશિયાએ આક્રમણ કર્યું ત્યારે મુશ્કેલી સર્જાઈ ….20 હજારથી વધારે ભારતીય વિદ્યાર્થીઓ યુક્રેનમાં ભણતા હતા હવે, ભારતીયો બીજા દેશોમાં જાય છે. રશિયામાં ભારતીયોનો ધસારો…રશિયાની સરકારી યુનિવર્સિટીઓમાં મેડિકલ કોલેજમાં એન્ટ્રી…..વિદ્યાર્થીઓને NRI ક્વોટા પર પણ પ્રવેશ અપાય આ કોલેજમાં ફી ઘણી ઓછી ….કઝાકિસ્તાનમાં વિદ્યાર્થી 25 લાખનો ખર્ચ કરીને શિક્ષણ અને હૉસ્ટેલ ફી ભરી શકે …વિદ્યાર્થીઓ ભારત આવીને એક પરીક્ષા આપીને પ્રેકિટસ કરી શકે….આ પરીક્ષામાં પાસ થવું બહું અઘરું નથી ….આ જ કારણસર ભારતમાં ભણવાના બદલે વિદ્યાર્થીઓ વિદેશમાં જાય. ગુજરાતમાં 1995 પછી એક પણ સરકારી મેડિકલ કૉલેજ બની નથી.
ગુજરાતનાં પાડોશી રાજ્યોમાં આ રીતે ચાલતી સરકારી મેડિકલ કોલેજની વાર્ષિક ફી બહુ ઓછી છે.
બીજાં રાજ્યોમાં કેટલી ફી ?
  • રાજસ્થાનમાં 63 હજાર
  • મહારાષ્ટ્રમાં 1.38 લાખ
  • મધ્ય પ્રદેશમાં 1 લાખ
  • ગુજરાતમાં પાંચ ગણી ફી
યુક્રેનમાં ભારતીય વિદ્યાર્થીઓ ફસાયા ત્યારે આ મુદ્દો સુપ્રીમ કોર્ટમાં ગયો હતો. સુપ્રીમ કોર્ટે સરકારને સવાલ કરેલો કે, ભારતીય વિદ્યાર્થીઓએ વિદેશમાં ભણવા કેમ જવું પડે છે ? એ વખતે સરકારે પોતે કબૂલ્યું હતું કે, દેશમાં મેડિકલ એજ્યુકેશન પાછળનો ખર્ચ ખૂબ જ વધારે થઈ ગયો છે તેને લીધે વિદ્યાર્થીઓએ ભારત છોડીને યુક્રેન જેવા અન્ય દેશોમાં જવું પડી રહ્યું છે. સુપ્રીમ કોર્ટનાં ન્યાયમૂર્તિ બીઆર ગવઈ અને ન્યાયમૂર્તિ હિમા કોહલીએ સવાલ કરેલો કે, દેશમાં આજે શિક્ષણ એક મોટો કારોબાર બની ગયો છે અને શિક્ષણના આ કારોબારને મોટા કોર્પોરેટ ગ્રુપ્સ દ્વારા ચલાવવામાં આવી રહ્યો છે કે જે તોતિંગ ફી વસૂલે છે ત્યારે સરકાર તેને રોકવા કેમ કશું કરતી નથી ? સૉલિસિટર જનરલ તુષાર મેહતાએ કબૂલ્યું હતું કે, આ પ્રકારની કોલેજોની સંખ્યા વધી રહી હતી અને એન્જીનિયરિંગ કોલેજોને શોપિંગ સેન્ટર્સની માફક ચલાવવામાં આવે છે. મેડિકલમાં પણ ખાનગી કોલેજો વધી રહી છે તેથી ખર્ચ વધી રહ્યો છે. દરેક વ્યક્તિ પોતાના બાળકોને એન્જિનિયર, ડૉક્ટર બનાવવા માંગે છે પણ મેડિકલ એજ્યુકેશનની વાત આવે ત્યારે સૌથી પહેલાં બજેટ અંગે વિચારવું પડે છે કેમ કે મેડિકલમાં ગ્રેજ્યુએશન ઘણું મોંઘું છે. સરકારે કબૂલ્યું કે મેડિકલ એજ્યુકેશન સસ્તું કરવું જોઈએ પણ એ દિશામાં કશું કરાયું નથી.
આ મોંઘા મેડિકલ એજ્યુકેશનનો ખર્ચનો બધો ભાર સામાન્ય લોકો પર જ આવે છે. ઘણા બધા ડોક્ટરો પોતે શિક્ષણ પાછળ કરેલો ખર્ચ વસૂલવા માટે કેવાં કામ કરે છે એ સૌ જાણે છે.
ડૉક્ટર્સ પર આરોપ 
  • દર્દીઓ પાસે ખોટા ટેસ્ટ કરાવાય
  • જરૂર ના હોય તો પણ હૉસ્પિટલમાં દાખલ કરવા
  • રૂમ ચાર્જ સહિતના નામે મોટાં બિલો
  • મોંઘી દવાઓ લખવામાં આવે
બધા ડૉક્ટર આ રીતે વર્તતા નથી પણ ઘણા બધા ડોક્ટરો આ રીતે વર્તે છે ને તેના કિસ્સા આપણે સાંભળીએ જ છીએ. આ તમામ સમસ્યાઓનો એકમાત્ર ઇલાજ મેડિકલ એજ્યુકેશનને સસ્તું કરવાનો છે.