December 19, 2024

મેં હંમેશા વિચાર્યું હતું કે ભગવાન રામ આવા જ હશે…રામ લલ્લાની મૂર્તિ જોઇ ભાવુક થઇ કંગના

અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા 22 જાન્યુઆરીએ થવા જઈ રહી છે. આ અંગે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. અભિષેક સમારોહમાં હાજરી આપવા માટે ઘણી મોટી હસ્તીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. રામલલ્લાની મૂર્તિ અયોધ્યામાં સ્થાપિત થવાની છે. તેની પ્રથમ ઝલક સામે આવી છે. તેનો ફોટો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ખરેખર, અભિનેત્રી કંગના રનૌતે તેના ઇન્સ્ટાગ્રામ પર રામલલ્લાની પ્રતિમાની આ પહેલી ઝલક બધાને બતાવી છે. તેણે મૂર્તિની તસવીરો ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કરી છે.

મૂર્તિના સર્જકના કંગનાએ કર્યા ભરપેટ વખાણ

કંગના રનૌતે શેર કરેલી તસવીરોમાં આ પ્રતિમા સ્પષ્ટપણે જોઈ શકાય છે. તેણે તસવીરના કેપ્શનમાં મૂર્તિના સર્જકને પણ ટેગ કર્યા અને તેની ભરપૂર પ્રશંસા કરી. રામ લલ્લાની પ્રતિમા અરુણ યોગીરાજ દ્વારા તૈયાર કરવામાં આવી છે જેને કંગનાએ ધન્ય ગણાવી હતી. કંગનાએ કહ્યું કે તેણે જે પ્રકારની મૂર્તિની કલ્પના કરી હતી તે બિલકુલ એવી જ છે. તેણે લખ્યું- ‘મને હંમેશા લાગતું હતું કે ભગવાન રામ નાના છોકરા જેવા દેખાશે અને મારી કલ્પના આ મૂર્તિ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. અરુણ યોગીરાજ, તમે ધન્ય છો.”

શિલ્પકારના કર્યા વખાણ

કંગનાએ ભગવાન રામની પ્રતિમાની બીજી તસવીર શેર કરી, જેના કેપ્શનમાં તેણે શિલ્પકાર અરુણ યોગીરાજની પ્રશંસા કરી. તેણે લખ્યું- ‘આ કેટલી સુંદર અને મનમોહક પ્રતિમા છે. અરુણ યોગીરાજ જી પર કેટલું દબાણ હશે? ભગવાનને પથ્થરમાં કેદ કરવા એ રામની કૃપા છે. અરુણ યોગીરાજ જી શ્રી રામે સ્વયં તમને દર્શન આપ્યા છે. તમે ધન્ય છો.” રિપોર્ટ્સ અનુસાર, રામ લલ્લાની મૂર્તિને 5 વર્ષના છોકરાના રૂપમાં ડિઝાઇન કરવામાં આવી છે, જેનું વજન 150 થી 200 કિલોગ્રામની વચ્ચે હોઈ શકે છે.

આ પણ વાંચો : કોણ છે ‘મિસ્ટ્રી મેન’? જેનો હાથ પકડીને જોવા મળી કંગના, શું મળી ગયો અભિનેત્રીને બોયફ્રેન્ડ!

પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં કંગનાને મળ્યું આમંત્રણ

તમને જણાવી દઈએ કે અભિનેત્રી કંગનાને પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. આ ફંક્શન માટે બોલિવૂડના અન્ય ઘણા કલાકારોને પણ આમંત્રણ મળ્યું છે. જેમાં રજનીકાંત, અક્ષય કુમાર, રામ ચરણ, રણબીર કપૂર-આલિયા ભટ્ટ, રણવીર સિંહ-દીપિકા પાદુકોણ સહિત ઘણા સ્ટાર્સના નામ સામેલ છે. 22મી જાન્યુઆરીએ પ્રાણ-પ્રતિષ્ઠા સમારોહ છે, ત્યારબાદ 23મી જાન્યુઆરીથી દરેક લોકો રામ લલ્લાના દર્શન કરી શકશે.