December 23, 2024

શું Hardik Pandya રશિયન મોડલને ડેટ કરી રહ્યો છે?

Hardik Pandya And Russian Model Picture: હાર્દિક પંડ્યા આઈપીએલ 2024થી ચર્ચામાં આવ્યો છે. પછી ક્રિકેટ હોય કે તેની પોતાની પર્સનલ લાઈફ હોય સતત ચર્ચામાં રહે છે. T20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયા માટે હાર્દિકનું શાનદાર પ્રદર્શન જોવા મળ્યું હતું.

છૂટાછેડાના સમાચાર
હાર્દિક પંડ્યાના અંગત જીવન વિશે સતત ચર્ચા થઈ રહી છે. આ વચ્ચે હાર્દિકની એક તસવીરની ચર્ચા થઈ રહી છે. એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે રશિયન મોડલ સાથે જોવા મળી રહ્યો છે. આ ફોટો જોઈને ચાહકોએ અંદાજ લગાવવાનું શરૂ કરી દીધું છે કે રશિયન મોડલ એલિના તુટેજાને હાર્દિક ડેટ કરી રહ્યો છે. હાર્દિક અને નતાશાના છૂટાછેટાની વાત એટલે વધારે ફેલાણી કેમ કે ટીમ ઈન્ડિયાની જીત અને હાર્દિકના શાનદાર પ્રદર્શન પર પત્ની નતાશા સ્ટેનકોવિકે કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા આપી ન હતી.

આ પણ વાંચો: ભારતીય કેપ્ટન તરીકે Shubman Gill આ ખાસ ક્લબનો ભાગ બન્યો 

નકારી કાઢ્યા
ફોટા વાયરલ થતાની સાથે એલિનાએ ડેટિંગના સમાચારને સ્પષ્ટપણે નકારી દીધા હતા. વેસ્ટ ઈન્ડિઝના પૂર્વ બેટ્સમેન બ્રાયન લારા સાથેની તસવીર શેર કરતા એલીનાએ લખ્યું કે “હું કોઈને ડેટ કરતી નથી. અભિનેત્રી અને મોડલ હોવાનો ફાયદો પ્રખ્યાત લોકો સાથે કામ કરવાનો છે.