October 23, 2024

આજે ગુજરાતના આ જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી

અમદાવાદ: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 47 તાલુકમાં વરસાદ નોંધાયો છે ત્યાં જ સૌથી વધુ બોટાદમાં 2 ઈંચ વરસાદ નોંધાયો છે અને સુરેન્દ્રનગરના દસાડામાં 1.5 ઈંચ વરસાદ નોંધાયો છે. બીજી તરફ રાજ્યમાં 8 તાલુકમાં અડધો ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. જોકે આ દરમિયાન રાજ્યમાં વાતાવણને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે કે, આજે રાજ્યમાં કેટલાક જિલ્લામાં અતિભારે વરસાદ પડી શકે છે.

અમદાવાદ હવામાન કેન્દ્રની આગાહી અનુસારક, આજે રાજ્યના કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ વરસી શકે છે. જેમાં અમદાવા, આણંદ, સુરત, રાજકોટ, જામનગર સહિત સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. તમને જણાવી દઈએ કે, છેલ્લા કેટલાક દિવસથી ચોમાસું પાછુ ઠેલાયું છે. જેના કારણે લોકો બફારાનો સામનો કરી રહ્યા છે.

આ પણ વાંચો: અયોધ્યામાં અબજો રૂપિયાનું જમીન કૌભાંડ, અખિલેશ યાદવે તપાસની માંગ કરી

હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે અમદાવાદ શહેરના વાતાવરણમાં પલટો આવ્યો છે અને આજે સવારથી જ શહેરની માથે કાળા ડિબાંગ વાદળો જોવા મળી રહ્યા છે ત્યાં જ કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પણ વરસ્યો છે.