December 23, 2024

પેરૂમાં ગ્લેશિયર પિગળતા મળી આવ્યો 20 વર્ષ પહેલા ખોવાયેલ અમેરિકન પર્વતારોહકનો મૃતદેહ

Peru: પેરુવિયન પોલીસ અને માઉન્ટેન રેસ્ક્યૂ કર્મચારીઓએ મળીને એક અમેરિકન પર્વતારોહકનો મૃતદેહ શોધી કાઢ્યો છે. આ પર્વતારોહક 22 વર્ષ પહેલા ગુમ થયો હતો. આ મૃતદેહ પેરુના સૌથી ઊંચા પર્વત પર એક ગ્લેશિયરમાંથી મળી આવ્યો હતો. ગરમી વધતાં ગ્લેશિયર પિગળ્યું ઓગળ્યું અને તેમાંથી એક અમેરિકન પર્વતારોહકનો મમીફાઇડ મૃતદેહ બહાર આવ્યો. એટલે કે પર્વતારોહકનું શરીર મમી જેવું થઈ ગયું હતું.

આ મૃતદેહના શરીર પર આજે પણ જૂના બુટ, ક્રેમ્પન્સ અને કપડાં હતા. સાથે જ પર્વતારોહકનું ડ્રાયવીંગ લાયસન્સ અને પાસપોર્ટ પણ મળી આવ્યો છે. આ અમેરિકન પર્વતારોહકનું નામ વિલિયમ સ્ટેમ્પફ્લ છે. હિમસ્ખલનને કારણે વિલિયમનું મોત થયું હોવાનું માનવામાં આવે છે. જેમાં ફસાઈ જવાને કારણે તેઓ બહાર ન આવી શક્યા. બરફ નીચે દબાઈ જવાને કારણે તેમનું મોત થયું.

પેરુનો સૌથી ઊંચો પર્વત હુઆસકારન છે. તેની ઊંચાઈ લગભગ 6768 મીટર છે. વિલિયમનો મૃતદેહ 5 જુલાઈએ 5200 મીટર એટલે કે 17,060 ફૂટની ઊંચાઈએથી મળી આવ્યો હતો. અહીં ગ્લોબલ વોર્મિંગના કારણે ગ્લેશિયર ઝડપથી પીગળી રહ્યા છે. આ ગ્લેશિયર છેલ્લા દસ વર્ષથી સતત પીગળી રહ્યું છે. તેનો આકાર સતત ઘટી રહ્યો છે.

હુઆસકારન નેશનલ પાર્કના રેન્જર એડસન રામિરેઝે જણાવ્યું હતું કે ગરમીથી ગ્લેશિયર જોખમમાં મુકાય છે. જેમ જેમ તે ઓગળશે તેમ તેમ તેમાં વર્ષો પહેલા દટાયેલી વસ્તુઓ, જીવો અને પ્રાણીઓ બહાર આવશે. એક અહેવાલ મુજબ, પેરુમાં વિશ્વના ઉષ્ણકટિબંધીય હિમનદીઓનો 65 ટકા હિસ્સો છે. જેનો પીગળવાનો સૌથી મોટો ખતરો પણ છે. પેરુવિયન સરકારનું માનીએ તો છેલ્લા 6 દશકોમાં તેમના ત્યાંનાં તમામ મોટાભાગના ગ્લેશિયર 56 ટકા જેટલા પીગળી ગયા છે. મોટાભાગના ગ્લેશિયર કોર્ડિલેરા બ્લેન્કામાં આવેલા છે. આ જ સ્થળોએ હુઆસકારન અને અન્ય ઊંચા શિખરો આવેલા છે.