December 26, 2024

Google બંધ કરવા જઈ રહ્યું છે પોતાનું ખાસ ફિચર્સ, યૂઝર્સ થશે નિરાશ

ગૂગલે ગત વર્ષે ગૂગલ ડાર્ક વેબ રિપોર્ટ (Dark Web report) ફિચર્સ રિલીઝ કર્યું હતું. ગૂગલ ડાર્ક વેબ રિપોર્ટ ઓક્ટોબર 2023માં ભારત સહિત ઘણા દેશોમાં લોંચ કરવામાં આવ્યું હતું અને માત્ર એક વર્ષની અંદર જ કંપનીએ તેને બંધ કરવાનો નિર્ણય લીધો છે.

ગૂગલ પોતાના ડાર્ક વેબ રિપોર્ટને આ મહિને એટલે કે જુલાઈના અંત સુધીમાં બંધ કરવા જઈ રહ્યું છે. તેના સ્થાને કોઈ અન્ય ફિચર્સને રજૂ કરવામાં આવશે. આ ફિચર્સની મદદથી યૂઝર્સને તે વાતની જાણકારી મળતી હતી કે તેમનો ડેટા ડાર્ક વેબ પર છે કે નહીં. તમને જણાવી દઇએ કે, થોડા દિવસો અગાઉ ગૂગલે પોતાની VPN સર્વિસ બંધ કરી છે.

આ પણ વાંચો: Jio અને Airtelને ટક્કર આપશે BSNL, સરકાર બનાવી રહી છે જોરદાર પ્લાન

ગૂગલનું ડાર્ક વેબ રિપોર્ટ છે શું?
ગૂગલનું ડાર્ક વેબ રિપોર્ટ એક એવું ફિચર્સ છે જે સમગ્ર ડાર્ક વેબને સ્કેન કરીને જાણકારી મેળવે છે કે કોઈ ગૂગલ યૂઝર્સનો ડેટા ત્યાં તો નથી ને. આ રિપોર્ટ યૂઝર્સને ડેટા લીકની જાણકારી આપે છે. જો તમારો ફોન નંબર, ઈમેલ આઈડી અથવા એકાઉન્ટ સાથે જોડાયેલી કોઈ પણ જાણકારી લીક થાય છે તો તેની જાણકારી તમને આ રિપોર્ટના માધ્યમથી મળી જાય છે.

ગૂગલની ડાર્ક વેબ રિપોર્ટ Google One અને ફ્રી બંને તરફથી યૂઝર્સ માટે ફ્રીમાં મળતી હતી. તમને જણાવી દઈએ કે ગૂગલ કી પેડ સર્વિસ છે જેના અંતર્ગત યૂઝર્સને ક્લાઉડ સ્ટોરેજ અને ગૂગલ ફોટોઝના એક્સક્લૂઝીવ ફિચર્સ મળે છે. ગૂગલ ડાર્ક વેબ રિપોર્ટ ફિચર 46 દેશોમાં ઉપલબ્ધ હતું. જેમાં ભારત, જાપાન, બ્રિટેન અને અમેરિકા જેવા દેશો સામેલ હતા.