September 21, 2024

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 162 તાલુકામાં વરસાદ, સૌથી વધુ રાજકોટના લોધિકામાં 5 ઇંચ

અમદાવાદઃ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 162 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ રાજકોટના લોધિકામાં 5 ઇંચ વરસ્યો છે.

આ ઉપરાંત રાજ્યમાં 58 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. ગીર સોમનાથના વેરાવળમાં અને જૂનાગઢના વથલીમાં 4.5 ઈંચ વરસાદ વરસ્યો છે. તો બનાસકાંઠાના ભાભરમાં 4 ઈંચ વરસાદ નોંધાયો છે.

આ જિલ્લામાં યલો એલર્ટ
મધ્ય, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં છૂટોછવાયો વરસાદ વરસી શકે છે.