September 20, 2024

શું ખરેખર કાર્ટૂન નેટવર્ક બંધ થઈ જશે? ટ્વિટર પર કેમ ટ્રેન્ડ થયું #RIPCartoonNetwork

Cartoon Network: સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર (X) પર હાલ એક પોસ્ટ વાયરલ થઈ રહી છે જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે જાણીતી કાર્ટૂન ચેનલ કાર્ટૂન નેટવર્ક બંધ થવા જઈ રહી છે. લોકો આ પોસ્ટ શેર કરીને હતાશા વ્યક્ત કરી રહ્યા છે. આ પ્રકારના દાવાઓ પહેલા પણ વાયરલ થયા છે. આ પહેલા કાર્ટૂન નેટવર્ક ચેનલે ચોખવટ કરી હતી કે ચેનલ બંધ નથી થવાની અને સોશિયલ મીડિયામાં કરવામાં આવેલા દાવાઓ ખોટા છે. હવે લોકોના મનમાં એ સવાલ ઉઠી રહ્યા છે કે શું આ વખતે ખરેખર આ કાર્ટૂન ચેનલ બંધ થવાની છે?

એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં સતત ઉથલપાથલને કારણે ફિલ્મ અને ટેલિવિઝન પ્રેમી હંમેશા ખરાબ સમાચાર માટે તૈયાર હોય છે. પરંતુ, શું કાર્ટૂન નેટવર્ક ચેનલને લઈને ખરેખર કોઈ ખરાબ થવાનું છે? આખરે ટ્વિટર પર #RIPCartoonNetwork હેશટેગ કેમ ટ્રેન્ડિંગ થઈ રહ્યું છે. તો, સચ્ચાઈ એ છે કે કાર્ટૂન નેટવર્ક બંધ નથી થઈ રહ્યું. નેટવર્ક ખતમ નથી થઈ રહ્યું. #RIPCartoonNetwork ટ્રેન્ડને ટ્રિગર કરવાને લઈને તાજેતરમાં કોઈ કોસ્ટ કટિંગ નથી કરવામાં આવ્યું. જોકે, એનો અર્થ એવો નથી કે ચેનલમાં કોઈ સમસ્યા નથી ચાલી રહી. ડિસ્કવરી સાથે મર્જર બાદથી જ ચેનલ અને વોર્નરની અન્ય પ્રોપર્ટી સામાન્ય રીતે ખરાબ સ્થિતિમાં ચાલી રહી છે.

કંપનીના સીઇઓ ડેવિડ જસ્લાવ સતત અપ્રિય નિર્ણયો લઈ રહ્યા છે. જેમાંથી કેટલાક પૈસા કમાવાની દ્રષ્ટિએ બિલકુલ યોગ્ય નથી લાગતા. વધુમાં, ગ્રુપની પ્રતિષ્ઠા પણ ઘટી રહી છે. આ અસફળતાઓ છતાં, એવું લાગે છે કે કાર્ટૂન નેટવર્ક ક્યાંય જઈ રહ્યું નથી. નવા પ્રોગ્રામિંગ પર પણ કામ ચાલી રહ્યું છે. ધ અમેઝિંગ વર્લ્ડ ઑફ ગમબોલ: ધ સિરીઝ આ વર્ષે પ્રીમિયર થશે. એડવેન્ચર ટાઈમ, રેગ્યુલર શો અને ફોસ્ટર હોમ ફોર ઇમેજિનરી પીપલના સ્પિન-ઓફ પર કામ ચાલી રહ્યું છે.