December 19, 2024

“નવા ક્રિમિનલ લૉમાં રાજ્ય સરકાર કરી શકે છે સંશોધન”, તમિલનાડુ સરકારના નિર્ણયને વખાણતા ચિદમ્બરમ

New Criminal Laws: કોંગ્રેસના નેતા પી. ચિદમ્બરમે મંગળવારે ત્રણ નવા ક્રિમિનલ લૉમાં રાજ્યોના વિશિષ્ટ સંશોધનની ભલામણો માટે એક સમિતિ નિયુક્ત કરવા માટે તમિલનાડુ સરકારના નિર્ણયને આવકાર્યો છે. તેમણે કહ્યું છે કે ક્રિમિનલ લૉ બંધારણની સમવર્તી સૂચિનો વિષય છે, જે રાજ્યોને નવા કાયદામાં સુધારો કરવા સક્ષમ બનાવે છે.

એક જુલાઇના રોજ લાગુ કરાયા નવા કાયદા
પૂર્વ ગૃહમંત્રીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર (X) પર લખતા કહ્યું છે કે, “આ વર્ષે 1 જુલાઈથી અમલમાં આવેલા ત્રણ ફોજદારી કાયદાઓમાં રાજ્યના સુધારા સૂચવવા માટે એક સમિતિની નિમણૂક કરવાના તમિલનાડુ સરકારના નિર્ણયનું હું સ્વાગત કરું છું.” તેમણે વધુમાં કહ્યું કે ‘ફોજદારી કાયદો એ બંધારણની સમવર્તી સૂચિનો વિષય છે અને રાજ્ય વિધાનસભા નવા કાયદાઓમાં સુધારો કરવા સક્ષમ છે.’

હિતધારકો સાથે પરામર્શ કરવા અનુરોધ
ચિદમ્બરમે વધુમાં કહ્યું, ‘હું હું જસ્ટિસ (સેવાનિવૃત્ત) કે. સત્યનારાયણની એક સભ્યની સમિતિ તરીકે નિમણૂકનું પણ સ્વાગત કરું છું. હું સમિતિના જસ્ટિસ, વકીલો, પોલીસ, કાયદા નિષ્ણાતો, વિદ્વાનો અને માનવધિકાર કાર્યકર્તાઓ સહિત તમામ હિતધારકો સાથે ચર્ચા કરવાનો અનુરોધ કરું છું.’

સ્ટાલિને નવા ક્રિમિનલ લૉમાં સંશોધન માટે કમિટીની રચના કરી
જણાવી દઈએ કે તમિલનાડુના મુખ્યમંત્રી એમ. કે. સ્ટાલિને સોમવારે નવા ક્રિમિનલ લૉમાં રાજ્યની દ્રષ્ટિએ વિશેષ સંશોધનની ભલામણ માટે પહેલું પગલું લેતા હાઇકોર્ટના એક સેવાનિવૃત ન્યાયાધીશની એક સભ્યની સમિતિની રચના કરવાનો આદેશ આપ્યો. જે ત્રણ કાયદાઓનું અધ્યયન કરશે અને તેમાં સંશોધનો માટે રાજ્ય સરકારને ભલામણ કરશે.

સ્ટાલિને કેન્દ્રીય કાયદાઓમાં રાજ્યના સુધારાઓ પર વિચાર-વિમર્શ કરવા માટે રાજ્ય સચિવાલયમાં ઉચ્ચ સ્તરીય સલાહકાર બેઠકની અધ્યક્ષતા કર્યા બાદ અધિકારીઓને મદ્રાસ હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ એમ સત્યનારાયણનનો સમાવેશ કરતી સિંગલ મેમ્બર કમિટીની રચના કરવાનો નિર્દેશ આપ્યો હતો. આ સમિતિ નવા કાયદાઓની સ્પષ્ટ રીતે અધ્યયન કરશે, રાજ્યસ્તરે વકીલો સહિત તમામ હિતધારકો સાથે પરામર્શ કરશે અને એક મહિનાની અંદરોઅંદર રાજ્ય સરકારને એક રિપોર્ટ સુપરત કરશે.