December 23, 2024

Abhishek Sharma શૂન્ય પર આઉટ થયો છતાં કેમ ખુશ હતો Yuvraj Singh?

Yuvraj Singh on Abhishek Sharma video: IPL 2024માં તેની ટીમ સનરાઈઝર્સ હૈદરાબાદ માટે શાનદાર બેટિંગ કરતી જોવા મળ્યો હતો. અભિષેક શર્માએ આખરે ટીમ ઈન્ડિયા માટે આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ કર્યું હતું. ખાસ વાત તો એ છે કે તે શૂન્ય પર આઉટ થઈ ગયો હતો એમ છતાં અભિષેકના મેન્ટર યુવરાજ સિંહને આનાથી કોઈ ફરિયાદ નથી. છે. આ વાતનો ખુલાસો ખુદ અભિષેક શર્માએ કર્યો છે. BCCIએ સોશિયલ મીડિયા પર તેનો વીડિયો શેર કર્યો છે.

વાતચીતનો વીડિયો શેર કર્યો
ઓપનર અભિષેક શર્માએ ખુલાસો કર્યો કે જ્યારે તે ઝિમ્બાબ્વે સામેની ટી20 ઈન્ટરનેશનલ ડેબ્યૂ મેચમાં શૂન્ય પર આઉટ થઈ ગયો હતો. તેમ છતાં યુવરાજ સિંહ ખૂબ જ ખુશ હતા. જેનું કારણ એ હતું કે આ એક સારી શરૂઆત હતી. ત્યારબાદ અભિષેકે શાનદાર વાપસી કરી હતી. જેમાં તેણે બીજી મેચમાં 47 બોલમાં 100 રન બનાવ્યા હતા. જેના કારણે જ ટીમ ઈન્ડિયા આટલા રન સુધી પહોંચવામાં સફળ રહ્યું હતું અને જીત પ્રાપ્ત કરી હતી.

આ પણ વાંચો: Sourav Ganguly Birthday: દાદ આપવી પડે એવી દાદાની ક્રિકેટ કરિયર, બોલર રીતસરના ફફડી ઉઠતા

મોટી ભૂમિકા ભજવી
અભિષેકે કહ્યું કે આજે તે જે પણ છે તેમાં યુવરાજે ખૂબ જ મહત્વની ભૂમિકા છે. યુવરાજે અહીં સુધી પહોંચવા માટે ઘણી મહેનત કરી છે. તેણે માત્ર ક્રિકેટના મેદાન પર જ મારી આવડતને જ નહીં પરંતુ મેદાનની બહારના જીવનમાં પણ મારી મદદ કરી છે.