December 23, 2024

હિટ એન્ડ રન મામલે મહારાષ્ટ્ર સીએમ શિંદેનું નિવેદન, ‘કોઈને નહિ છોડાય’

મુંબઈ: મહારાષ્ટ્રના મુંબઈમાં હિટ એન્ડ રન કેસને લઈને મુખ્યમંત્રી એકનાથ શિંદેએ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું છે કે તેઓ રાજ્યમાં બની રહેલી આ પ્રકારની ઘટનાઓથી અત્યંત ચિંતિત છે. સીએમ શિંદેએ કહ્યું કે શક્તિશાળી અને પ્રભાવશાળી લોકો સિસ્ટમ સાથે ચેડાં કરવા માટે તેમની પ્રતિષ્ઠાનો દુરુપયોગ કરે છે. તેમણે વધુમાં કહ્યું કે સામાન્ય લોકોના જીવન તેમના માટે ખૂબ જ કિંમતી છે. આ સાથે તેમણે રાજ્યના પોલીસ વિભાગને આ કેસોને ગંભીરતાથી હાથ ધરવા સૂચના આપી હતી.

સીએમ શિંદે એ કહ્યું છે કે, ‘મહારાષ્ટ્રમાં વધતાં હિટ એન્ડ રનના કિસ્સાઓ ચિંતાનો વિષય છે. કેટલાક શક્તિશાળી અને પ્રભાવશાળી લોકો સિસ્ટમમાં ગડબડ કરવા માટે તેમની પ્રતિષ્ઠાનો દુરુપયોગ કરે છે. સામાન્ય જનતાનું જીવન મારા માટે ખૂબ જ અગત્યનું છે. મે રાજ્ય પોલીસ વિભાગના અધિકારીઓને આ પ્રકારના કેસોને ગંભીરતાથી હેન્ડલ કરવા નિર્દેશ આપ્યા છે. લોકોને ન્યાય મળે તે સુનિશ્ચિત કરવા માટે પણ કહ્યું છે. અમે હિટ એન્ડ રનના કેસોમાં અપ્રાધિઓ માટે કડક કાયદા અને કડક દંડ લાગુ કરી રહ્યા છીએ.

સીએમ શિંદેએ વધુમાં કહ્યું કે, “જ્યાં સુધી હું રાજ્યનો મુખ્યમંત્રી છું કોઈને પણ છોડવામાં નહિ આવે, પછી તે અમીર હોય, પ્રભાવશાળી હોય, અધિકારીઓ કે મંત્રીઓની સંતાન હોય, કોઈને આ કેસમાં મુક્તિ નહિ નહીં આપવામાં આવે. હું કોઈપણ પ્રકારનો અન્યાય સહન નહિ કરું.”