December 27, 2024

WhatsAppમાં ફરી આવશે નવું ફીચર, ખરી મજા તો હવે આવશે

WhatsApp અન્ય નવા ફીચર પર કામ કરી રહ્યું છે. છેલ્લા ઘણા સમયથી WhatsApp તેના યુઝર માટે નવા નવા અપડેટ લાવી રહ્યું છે. ત્યારે ફરી એકવાર નવું અપડેટ આવ્યું છે. ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપનું આ AI ફીચર યુઝર્સને ગમે ત્યારે AI જનરેટેડ ફોટો એડિટ કરવાનો તમને ઓપશન આપશે. જેમાં તમે ફોટોનું કેપ્શન ગમે ત્યારે બદલી શકશો.

યુઝર્સના ઘણા કામ સરળ
વોટ્સએપે હાલમાં જ તેના ઇન્સ્ટન્ટ મેસેજિંગ ફીચરમાં Meta AI ફીચર એડ કર્યું છે. જેના કારણે વપરાશકર્તાઓને ઘણા કામ સરળ થઈ જશે. હવે ફરી વાર વોટ્સએપમાં નવું ફીચર આવી રહ્યું છે. જેમાં તમને હવે એક નવું ચેટ બટન દેખાશે, જેના દ્વારા વપરાશકર્તાઓ Meta AI દ્વારા બનાવેલા ફોટાને સીધા જ શેર કરી શકશે. આ સાથે મેટાનું આ ફીચર ફોટોને કેપ્શન આપીને તેમાં ફેરફાર કરી શકે છે. WABetaInfo દ્વારા ફોટો શેર કરવામાં આવ્યો છે. એ ફોટોમાં આ વિશે માહિતી આપવામાં આવી છે.

પ્રતિબંધ કરવામાં આવ્યો
WhatsAppએ હાલમાં જ ભારતમાં 66 લાખથી વધુ યુઝર્સના એકાઉન્ટ પર પ્રતિબંધ મૂકી દીધો છે. આ કાર્યવાહી કંપનીની ગોપનીયતા નીતિના ઉલ્લંઘનને કારણે કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે ભારતમાં WhatsAppના 55 કરોડથી વધુ યુઝર્સ છે. ખાસ વાત તો એ છે કે મોટા ભાગના લોકો આજના સમયમાં તમામ પ્રકારની માહિતી તેની સાથે જરૂરી ડોક્યુમેન્ટ WhatsAppમાં શેર કરે છે. જેના કારણે WhatsAppને પણ તેના યુઝર્સને કોઈ સમસ્યા આવે તેનું ચોક્કસ ધ્યાન રાખે છે.