WCL 2024: India અને Australiaની ટીમો આજે આમનેસામને
India Champions vs Australia Champions WCL 2024: વિશ્વ ચેમ્પિયનશિપ ઑફ લિજેન્ડ્સમાં આજે ખાસ મેચ રમાશે. જેમાં ઓસ્ટ્રેલિયા અને ભારતની ટીમ આમને સામને થવાની છે. આ પછી યુવરાજ સિંહ ભારતીય ટીમની કેપ્ટનશીપ સંભાળતો જોવા મળશે. ઓસ્ટ્રેલિયાની કમાન બ્રેટ લીના હાથમાં જોવા મળશે. આ મેચ દરમિયાન દિગ્ગજ ખેલાડી જોવા મળશે. મેચ રાત્રે 9 વાગ્યાના શરૂ થશે અને મોડી રાત સુધી ચાલી શકે છે.
ચાર પોઈન્ટ બરાબર છે
ભારતીય ટીમે આ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધીમાં 3 મેચ રમી છે. જેમાં 2માં જીત અને 1માં હારનો સામનો કરવાનો વારો આવ્યો હતો. ઓસ્ટ્રેલિયાની વાત કરવામાં આવે તો તેણે પણ 3 મેચમાંથી 2 મેચ જીતી છે જેમાંથી 1માં હારનો સામનો કરવાનો વારો આવ્યો છે. આ રીતે બંને ટીમોના ચાર-ચાર પોઈન્ટ છે. આજની મેચ સોમવારે સાંજે 9 વાગે શરૂ થવાની છે. જો તમે ટીવી પર જોવા માંગો છો તો તમે સ્ટાર સ્પોર્ટ્સ પર જવું પડશે. મહત્વની વાત એ છે કે Jio સિનેમા અને Disney Plus Hot Star પર જોવા માટે ઉપલબ્ધ રહેશે નહીં.
આ પણ વાંચો: Sourav Ganguly Birthday: દાદ આપવી પડે એવી દાદાની ક્રિકેટ કરિયર, બોલર રીતસરના ફફડી ઉઠતા
ટીમ ઓફ ઈન્ડિયા ચેમ્પિયન્સઃ યુસુફ પઠાણ, ગુરકીરત સિંહ માન, યુવરાજ સિંહ (કેપ્ટન), ઈરફાન પઠાણ, રોબિન ઉથપ્પા (વિકેટ-કીપર), અંબાતી રાયડુ, સુરેશ રૈના, પવન નેગી, હરભજન સિંહ, અનુરીત સિંહ, ધવલ કુલકર્ણી, આરપી સિંહ, વિનય કુમાર, નમન ઓઝા, સૌરભ તિવારી, રાહુલ શર્મા, રાહુલ શુક્લા
ઓસ્ટ્રેલિયા ચેમ્પિયન ટીમઃ ડેનિયલ ક્રિશ્ચિયન, ટિમ પેઈન (wk), નાથન કુલ્ટર-નાઈલ, ઝેવિયર ડોહર્ટી, શોન માર્શ, એરોન ફિન્ચ, બેન ડંક, કેલમ ફર્ગ્યુસન, બેન કટિંગ, બેન લોફલિન, બ્રેટ લી (c), પીટર સિડલ, બ્રેડ હેડિન , જ્હોન હેસ્ટિંગ્સ, ડર્ક નેન્સ.